વરસાદ પછી – લાભશંકર ઠાકર
જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમુનાજલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતાં
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નૈનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ કનૈયો ?
– લાભશંકર ઠાકર
વરસાદ પછીની ભીની ભીની ધરતી જાણે યમુનામાં સ્નાન કરીને નીકળતી રાધા હોય ને તડકાના ધોળા ટુવાલથી દેહ લૂછતી હોય અને કવિના શ્યામ નયન શ્યામ ખુદ હોય અને એ રૂપના ઘૂંટ ભરતો હોય એવું મજાનું કલ્પન “ગાગાગાગા”ના ચાર આવર્તનના કારણે રેવાલ ચાલે ચાલતા ઘોડાની ગતિની મસ્તીનો અનુભવ કરાવે છે.
Rina said,
September 20, 2014 @ 2:33 AM
Beautiful
narendrasinh said,
September 20, 2014 @ 5:49 AM
સરલ અન્દ અતેી સુન્દર
Shah Pravinachandra Kasturchand said,
September 20, 2014 @ 2:05 PM
ઠાકર અને શંકર લાભ આપવા બેસેને જ્યારે;
સદ્યસ્નાતા રાધાનું જીવંત દર્શન કરાવે ત્યારે.