મેઘ અને ધરતી – શેખાદમ આબુવાલા
મેઘ ગગનમાં ઝૂમે નાચે,
ધરતી એનું ભર્યું ભર્યું રસભીનું આલિંગન યાચે.
એકલવાયી ધરતી નાચે
મીટ ગગનમાં માંડી,
એને એની પરવા ક્યાં છે
મૂર્ખ કહો કે ગાંડી !
પલપલ ઝંખે : જલજલ ઝંખે – ડંખે તોય તૃષામાં રાચે.
. મેઘ ગગનમાંo
દૂર ગગનમાં પાગલ બાદલ
બાહુ પ્રસારી ડોલે,
નીચે આકુલ-વ્યાકુલ ધરતી
દ્વાર હૃદયનાં ખોલે.
ધરતી રસે તોય ન વરસે છલછલ મેહૂલિયો તો સાચે !
. મેઘ ગગનમાંo
– શેખાદમ આબુવાલા
પડું-પડું થયા કરે પણ પડે નહીં ને ધરતીને તરસાવ્યા કરે એવા વરસાદને ધરતીનો એક પ્રેમપત્ર…
narendrasinh said,
August 28, 2014 @ 3:54 AM
ખુબ સુન્દર રચ્ના
smita parkar said,
August 28, 2014 @ 3:58 AM
વહ્હ્હ સરસ રચના …
yogesh shukla said,
August 28, 2014 @ 8:05 AM
સ્વપનમાં બહુ ભીંજાયો વરસાદમાં ,
આવ રે વરસાદ હવે મારા ખેતરમાં ,
” યોગેશ શુક્લ “
ધવલ said,
August 28, 2014 @ 8:45 AM
પલપલ ઝંખે : જલજલ ઝંખે – ડંખે તોય તૃષામાં રાચે.
– સરસ !
perpoto said,
August 29, 2014 @ 4:27 AM
ક્યાં સોળ ઉઠે
નભે વીજ ચમકે
ધરા છાતીએ
ravindra Sankalia said,
August 29, 2014 @ 9:24 AM
વ્રજલાલ દવેની અને આ કવિતામા રહેલુ સામ્ય તરત જણાય છે. દુર ગગનમા પાગલ બાદલ શ્બ્દોની રમત લાજવાબ છે.