કાગળ – મુકેશ જોશી
આજે તારો કાગળ મળ્યો.
ગોળ ખાઇને સૂરજ ઊગે એવો દિવસ ગળ્યો
એકે એક શબ્દની આંખો જ્વાળાથી છલકે
તારા અક્ષર તારા જેવુ મીઠું મીઠું મલકે
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જૈ ભળ્યો
તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
લે મને પી જા હે કાગળ પછી માંડ્જે વાત
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો
– મુકેશ જોશી
આખું કાવ્ય શાંતિથી વાંચતા કેટલા હોશિયારીપૂર્વકના કલ્પનો વાપર્યા છે તે ઊડીને આંખે વળગે છે…….
B said,
August 10, 2014 @ 6:45 AM
Khub sunder…. .
Indrajit said,
August 10, 2014 @ 7:18 AM
ખુબ જ સરસ્…
jAYANT SHAH said,
August 10, 2014 @ 8:10 AM
હવે કાગળ કયા , હવે તો ફોન!! પણ કાવ્ય સુદર!!!
lata j hirani said,
August 10, 2014 @ 8:13 AM
એકે એક શબ્દની આંખો અ જ વા ળા થી છલકે…
vaah…
urvashi parekh said,
August 10, 2014 @ 9:51 AM
ખુબજ સરસ અને સુન્દર. મારો સુરજ તારી બાજુ….અને તારા અક્શર મલકે…
વિવેક said,
August 11, 2014 @ 2:39 AM
મુ.જો.નું જાણીતું અને ઉત્તમ ગીત…
મેહ્બૂબ ઇખરવી said,
August 11, 2014 @ 10:09 AM
સરસ
એક પત્ર શેર ટાંકુ
આપણા સંબંધ વિશે એક અટ્કળ નિકળે
પરબિડિયું ખોલું ને કોરો કાગળ નિકળે
સુનીલ શાહ said,
August 11, 2014 @ 11:11 PM
મસ્ત મઝાનું ગીત..
Sureshkumar G. Vithalani said,
August 12, 2014 @ 6:25 AM
A very good poetry, indeed. Also liked the excellent ” Patrasher ” in the comment of Mr. Mehboob Ikharvi.