ગાંઠ – ગુલઝાર – અનુ.-રઈશ મનીઆર
દોસ્ત ! મને શીખવાડ કોઈ તરકીબ હે વણકર !
કોઈ વખત મેં જોયું છે કે તાણાં વણતાં
જો કોઈ દોરો તૂટે કે ખૂટે ત્યારે
બાંધી ફરીથી
છેડો કોઈ એમાં જોડી
આગળ વણવા લાગે તું
તારા આ તાણામાં તો પણ
ગાંઠ ન એકે ગૂંચ ન કોઈ દેખાતી.
મેં તો બસ એકવાર વણ્યું’તું એક જ સગપણ
કિન્તુ એની સઘળી ગાંઠો સ્પષ્ટપણે દેખાય, હે વણકર !
– – ગુલઝાર – અનુ.-રઈશ મનીઆર
रहिमन धागा प्रेम का, मत तोरो चटकाय,
टूटे पे फिर ना जुरे, जुरे गाँठ परी जाय।
बिगरी बात बने नहीं, लाख करो किन कोय,
रहिमन फाटे दूध को, मथे न माखन होय।
Rina said,
August 3, 2014 @ 4:00 AM
Happy friendship day to Layastaro and its awesome foursome. ….. 🙂
Chandresh Thakore said,
August 3, 2014 @ 10:51 AM
વાહ, ગુલઝાર અને રઈશભાઈ ! “જો કોઈ દોરો તૂટે કે ખૂટે ત્યારે … ગાંઠ ન એકે ગૂંચ ન કોઈ દેખાતી”. એ તરકીબ જો બધા શીખી જાય તો પ્રેમ અને પરિણયના પ્રકરણો જુદા જ હોત …
વિવેક said,
August 3, 2014 @ 12:20 PM
@ રીના:
આભાર
– ટીમ લયસ્તરો.
વિવેક said,
August 3, 2014 @ 12:21 PM
સરસ અનુવાદ. રહીમની કૃતિની સાથોસાથ આ રચના કેવી ચપોચપ બેસી જાય છે !
Vijay Bhatt ( Los Angeles) said,
August 3, 2014 @ 10:59 PM
વિવેક ભાઈ , ગુલઝારની ઉર્દુની મુળ ક્રુતિ મુકી શકો?
આભાર્!
pUshpakant Talati said,
August 4, 2014 @ 12:30 AM
તીર્થેશભઈ; / વિવેકભાઈ;
વિજયભાઈએ કરેલ વિનન્તી યોગ્ય છે અને મારી પણ એ જ વિનંન્તી છે કે જ્યારે પણ અનુવાદિત ક્રુતિ પીરસવામાં આવે ત્યારે સાથે જો તે મુળક્રુતિ પણ હોય તો આપવી જેથી વાચક તેનો અનેરો આનન્દ લઈ શકે. – તો ગુલઝારની મુળ ક્રુતિ હિન્દી કે ઉર્દુ જેમાં ઉપલબ્ધ હોય તે આપવા નમ્ર અરજ. – જો કે આ ક્રુતિ બદલ ખુબ ખુબ આભાર.
ફરી એકવાર આભાર સહ – પુષ્પકાન્ત તલાટી
vineshchandra chhotai said,
August 4, 2014 @ 1:28 AM
જે વાત સન્તો કહિ ગયા , …….તે સમ્જિ જાવ , બસ , ……..રહિમન જિ , નિ ………..સમજ ……………..આબ્બ્ભ ર્………ને ધન્યવાદ
Devika Dhruva said,
August 4, 2014 @ 11:34 AM
મૂળ કૃતિ મૂકો તો વધુ મઝા આવે.
Ketan Yajnik said,
August 4, 2014 @ 1:10 PM
બ્ધુજ લયમા આભર રહિમન્જિ,ગુલ્ઝર્જિ, રએશ્ભૈ અને લય્સ્તરો
Capt. Narendra said,
August 4, 2014 @ 3:00 PM
કમાલ! શિર્ષક વાંચ્યું ન હોત તો ખબર પણ થાત કે આપે ગુલઝારજીની કવિતાનો અનુવાદ કર્યો છે1 સુંદર શબ્દાંકન અને લય એવી રીતે વણ્યા છે કે ક્યાંય ખચકાટ કે ગાંઠ નથી. રેશમના નવા તાકામાંથી ઉતારી હોય તેવી આ કૃતિ છે. આપની કલમમાંથી ઉતરેલી આ અપ્રતિમ આકૃતિને અમારી સાથે ગુલાલની જેમ વહેંચી તે માટે હાર્દીક આભાર.
Harshad said,
August 6, 2014 @ 8:18 PM
ખૂબ જ સરસ . સુન્દર !!