મારી આંખમાં તું -રમેશ પારેખ
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
-રમેશ પારેખ
ર.પા.નાં આ મઘમઘતા ગીત વિશે કશું કહેવાનું હોય ખરું ? આમ પણ એમનાં ગીતો વંચાતા જ નથી હોતા, આપોઆપ જ ગવાઈ જાય છે… મને ખૂબ્બ જ પ્રિય એવા આ ગીતને શ્યામલ-સૌમિલ મુન્શીના સંગીત સાથે અને પાર્થિવ ગોહિલના સ્વરમાં આપ અહીં સાંભળી શકો છો.
Maheshchandra Naik said,
March 3, 2011 @ 12:02 AM
રપાને કામાતુર કવિની ઓળખ આવા ગીતો થકી જ મળી છે, શ્રી રમેશ પારેખને લાખ લાખ સલામ…………….આપનો આભાર……………
Sarju Solanki said,
March 3, 2011 @ 1:13 AM
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,…..
Ek dam saras…. dil ma utri jai chhe aa shabdo….
pragnaju said,
March 3, 2011 @ 8:45 AM
જુદા જુદા બ્લોગ પર વારંવાર આ મધુરું ગીત ખૂબ જ મધુરા શબ્દોમા માણ્યું
છતા ફરી ફરી માણવું ગમે તેવું
Ramesh Patel said,
March 3, 2011 @ 1:15 PM
ગુંજ્યા કરે એવું ગીત…સૌનું મનગમતું.
રમેશ પટેલ(આકાશદીપ)
dHRUTI MODI said,
March 3, 2011 @ 4:44 PM
નખશીખ સુંદર ગીત.
ધવલ said,
March 3, 2011 @ 9:54 PM
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
– વાહ !
Jay said,
October 24, 2020 @ 2:48 PM
The above beautiful poem is avil. here as a song 🙂