પિતાજી ઘરે પાછા ફરતા – દિલીપ ચિત્રે (અનુ. વિવેક મનહર ટેલર)
મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખ સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે ઝાંખી પડેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળી પડી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખરી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.
ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતમાં માનવના માનવથી વેગળાપણા વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા ધ્રુજારી અનુભવે છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો ટૂચકાંઓ કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.
– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)
ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની એક અંગ્રેજી કવિતાનો અનુવાદ…
હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું નગ્ન ચિત્રણ. કવિતા એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ બોલવાની જરૂર નથી. મારે તો આ એક જ વાક્ય ગમતાંના ગુલાલના ન્યાયે ફરી વંચાવવું છે: “હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું, એક લાંબા વાક્યમાંથી ખરી પડેલા શબ્દની જેમ.” – આ છે સશક્ત કવિતા! વાહ કવિ…
perpoto said,
August 9, 2014 @ 11:38 AM
એમના અતડાં બાળકો ટૂચકાંઓ કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
આડંબર વિનાના..શબ્દો ..ઝેર ચોપડેલા તીર જેવાં વેધક..
Pramod Vaidya said,
August 9, 2014 @ 12:47 PM
આવિ સચોત્ સુન્દર કવિતા ના માધ્યમ દ્રારા પિતા ના જિવન નિ સાચિવ્ય્થા વાચતા હદય ભરાય આવ્યુ.
Harshad said,
August 9, 2014 @ 11:15 PM
સાચે જ ખૂબ જ સુન્દર રચના.
jAYANT SHAH said,
August 10, 2014 @ 8:23 AM
અતિ વેધક !!ખુબજ સુન્દર!!!જિન્દગી ની પાનખરની વેદના રડાવતુ
kiran said,
August 11, 2014 @ 7:41 AM
બસ આખો મા પાણેી આવતા રહેી ગયુ
Sureshkumar G. Vithalani said,
August 12, 2014 @ 6:30 AM
An excellent poetry, indeed. Thanks.
HATIM THATHIA said,
September 9, 2014 @ 2:19 AM
pita ne sahu e avganya chhe. Sahitya, samaj, dharma, Kajal Oza Vaidya na kaheve mujab maa na haath ni rotli mithi laage chhe pan baap je parsevo paadi ne lot, lai aavyo hoi chhe te bhulai javay chhe-janta!!!!!- mane laage chhe ke parshuram ane Jamdagni jeva to Baap bhakt bahu thoda hashe. Renuka sau ne wahali ,Jamdagni koi ne koi dikra ne wahalo nahi!!!
વિવેક said,
September 9, 2014 @ 2:41 AM
@ હાતિમભાઈઃ સાચી વાત કરી…