સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું
– તુષાર શુક્લ

ગઝલ – ભાવિન ગોપાણી

પવન લઈને આવ્યો સમાચાર કેવા ?
અને થઈ ગયા વૃક્ષ બીમાર કેવા ?

ઉઠાવ્યા છે તેં પણ ઝૂકી હું ગયો છું,
છે તારા સવાલો વજનદાર કેવા ?

હું મંદિર ગયો છું ફકત દેખવા કે,
નિરાકારના હોય આકાર કેવા ?

ન ઊડી શકાયું ગગનમાં કોઈથી,
આ વળગી ગયા સૌને ઘરબાર કેવા ?

મને એટલે એ ગુનેગાર લાગ્યો,
ખુલાસા કરે છે લગાતાર કેવા ?

ઘણી ભીડ વચ્ચેય રસ્તો કરે છે,
તમારા ઈશારા છે વગદાર કેવા ?

મૂકો ક્યાંક છુટ્ટા જો અંધાર પાછળ,
તો થઈ જાય દીવાઓ ખૂંખાર કેવા ?

ઘણાં વર્ષથી રાતપાળી કરે છે,
હૃદયને રજા શું ? રવિવાર કેવા ?

– ભાવિન ગોપાણી

વજનદાર સવાલોની વજનદાર રજૂઆત…

16 Comments »

  1. Rina said,

    August 1, 2014 @ 2:24 AM

    Waahhhh

  2. bhogi said,

    August 1, 2014 @ 3:16 AM

    સુન્દેર ….ઘણાં વર્ષથી રાતપાળી કરે છે,
    હૃદયને રજા શું ? રવિવાર કેવા ?

  3. B said,

    August 1, 2014 @ 4:23 AM

    Very nice

  4. kanchankumari parmar said,

    August 1, 2014 @ 6:31 AM

    ગોતું હું તારું સરનામું રાત દિવસ …….રસ્તા તારા આવા કેવા ???

  5. Nirali Solanki said,

    August 1, 2014 @ 6:49 AM

    Waaah!

  6. P P MANKAD said,

    August 1, 2014 @ 6:55 AM

    Heart-touching ghazal, indeed.

  7. urvashi parekh said,

    August 1, 2014 @ 7:23 AM

    સરસ.મન્દીર ગયો છુ દેખવા કે નિરાકાર ના હોય આકાર કેવા ,અને તારા ઉઠાવેલા સવાલો વજનદાર કેવા,સરસ.

  8. chandresh said,

    August 1, 2014 @ 8:14 AM

    હું મંદિર ગયો છું ફકત દેખવા કે,
    નિરાકારના હોય આકાર કેવા ?

    સરસ્

  9. La' Kant said,

    August 1, 2014 @ 8:59 AM

    કોન્ગ્ર્રેટ્સ ભાવિન ગોપાણેી .એક સારેી આધ્યાત્મિક ઊન્ચાઈ સિધ્ધ થતેી લાગેી.
    અભિનન્દન !
    -લા’ કાન્ત / ૧.૮.૧૪

  10. Rakesh said,

    August 2, 2014 @ 3:09 AM

    wah!

  11. yogesh shukla said,

    August 6, 2014 @ 10:20 PM

    ઘણી વજનદાર ગઝલ , બહુજ સરસ

  12. anup desai said,

    August 8, 2014 @ 3:22 PM

    jayswaminarayan bhavinbhai …gazal is very good. hun mandir gayo chhu …….can u explain me in more detail ?

  13. anup desai said,

    August 8, 2014 @ 3:26 PM

    jayswaminarayan bhavinbhai. gazal is very good. pl explain me in detail….hun mandir gayo chhu.

  14. Sudhir Patel said,

    August 9, 2014 @ 10:52 PM

    ખૂબ સુંદર ગઝલ! બધા જ શે’ર કાબિલે-દાદ છે!!

    સુધીર પટેલ

  15. mukesh joshi said,

    August 15, 2014 @ 8:48 AM

    ગઝલ ખુબ જ સરસ દરેક શેર પાસે થોભવાની મજા આવે. અભિનન્દન

  16. yogesh shukla said,

    October 4, 2014 @ 2:45 PM

    સુંદર પંક્તિ

    હું મંદિર ગયો છું ફકત દેખવા કે,
    નિરાકારના હોય આકાર કેવા ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment