તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
સુનીલ શાહ

ઉદાસી – વિપાશા

હું આજે ઉદાસ છું.
હું કાલે ઉદાસ નહીં હોઉં.
પણ આજ તો કાલ નથી.
આજે મારું મન ઉદાસ છે.
જાણે કોઈએ દરિયાનાં મોજાં આડે પથ્થરોની લાઇન મૂકી
એને રોક્યાં હોય.
આ વાંચી તમે ઉદાસ નહીં થઈ જતા.
પણ હું આજે
દરિયાના મોજાંની જેમ ઉદાસ છું.

– વિપાશા

વાંચતાવેંત વાચકને ગ્લાનિર્મય કરી દે એવું વેધક કાવ્ય. નાના-નાના વાક્યોથી બનેલું નાનકડું કાવ્ય. પ્રસન્ન હોય ત્યારે માણસ લાંબું-લાંબુ બોલે છે, ઝાલ્યો ઝલાતો નથી. પણ મન ઉદાસ હોય ત્યારે બોલવાનો પણ ભાર પડે છે. વાક્ય શરૂ થયું નથી કે તરત પતી જાય છે… કવિતાના પહેલા ચાર વાક્ય આ રીતના ટૂંકા-ટૂંકા વાક્ય છે જેમાં ત્રણવાર ઉદાસ શબ્દ પુનરાવર્તિત થાય છે. (આમ તો નવ પંક્તિની કવિતામાં ઉદાસ શબ્દ કુલ પાંચવાર ફરી ફરીને આપણા મનોમસ્તિષ્ક પર દરિયાના મોજાંની જેમ અફળાય છે)

બધી જ ટૂંકી પંક્તિઓની વચ્ચે પથ્થરોની લાઇનવાળી એક જ પંક્તિ એ રીતે લાંબી અને અધૂરી રહી છે જાણે એ પંક્તિ પોતે જ પથ્થરોની લાંબી લાઇન ન હોય ! કવિતાના સ્વરૂપ વડે ભાવ ઉપસાવવાની આ પ્રથા નવી નથી પણ અહીં ખાસ્સી અસરકારક નિવડી છે.

4 Comments »

  1. Manish V. Pandya said,

    October 9, 2014 @ 4:13 AM

    મનની ઉદાસ હાલતની ગ્લાનિપૂર્ણ વ્યથા વ્યક્ત કરતુ કાવ્ય.

  2. Indrajit said,

    October 9, 2014 @ 4:53 AM

    આ વચિ ને એમ લગ્યુ જાને મારા માન નિ વાત તમે લખિ …. આતિ સુન્દર્…

  3. preetam Lakhlani said,

    October 10, 2014 @ 8:55 PM

    Statue of Liberty
    *****************

  4. Suresh Shah said,

    November 8, 2014 @ 6:51 PM

    દરિયાના મોજાની ઉદાસી …. દરિયો બધુ પોતાનામાં સમાવી દે ચ્હે. દરિયા કિનારે બેસી તમે વિશાદ, ઉમંગ, બધુ પધરાવો. પચી મોજાને કિનારા સાથે અથડાતા સાંભળૉ. કાંઈ કેટલુંય કહેવા માગતા હોય્.

    મેં સાંભળ્યુ ચ્હે.

    – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment