શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

ગઝલ – કિરીટ ગોસ્વામી

ભીતર પાક્કો પરવાનો છે,
તોય તને આ ડર શાનો છે ?

સાવ ભૂલી જા, કોરી વાતો,
રંગબિરંગી અરમાનો છે !

પળમાં દરિયો શાંત છે મનનો,
પળમાં પાછાં તોફાનો છે !

પાછીપાની છોડ, મુસાફર,
લાખ ભલેને વ્યવધાનો છે !

કોણ ‘કિરીટ’ અહીંનું રહેવાસી ?
અહિંયા તો સૌ મહેમાનો છે.

– કિરીટ ગોસ્વામી

અંદાજની મજા…

8 Comments »

  1. Sharad Shah said,

    January 23, 2015 @ 6:42 AM

    સુંદર. દુનિયા એક સરાય હૈ બાબા, દુનિયા એક સરાય.

  2. B said,

    January 23, 2015 @ 7:31 AM

    Beautiful .

  3. Manish V. Pandya said,

    January 23, 2015 @ 10:39 AM

    આત્મવિશ્વાસ અને ઉત્સાહ પ્રેરતી રચના. આગળ ને આગળ વધવાની પ્રેરણા આપતી રચના. ગમી.

  4. vimala said,

    January 23, 2015 @ 4:20 PM

    “પાછીપાની છોડ, મુસાફર,
    લાખ ભલેને વ્યવધાનો છે”
    આગળ વધવાની પ્રેરણા આપતી રચના.

  5. vimala said,

    January 23, 2015 @ 4:20 PM

    “પાછીપાની છોડ, મુસાફર,
    લાખ ભલેને વ્યવધાનો છે”
    આગળ વધવાની પ્રેરણા આપતી રચના.

  6. સુનીલ શાહ said,

    January 23, 2015 @ 11:40 PM

    vah. . sundar gazal

  7. yogesh shukla said,

    January 26, 2015 @ 11:29 AM

    સુંદર રચના ,

  8. Harshad said,

    January 31, 2015 @ 6:22 PM

    બહુત ખૂબ વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment