લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
– શબનમ ખોજા

ગઝલ – સ્નેહી પરમાર

ખાઈ રોટી ને પ્યાજ ઊંઘે છે,
એક રાજાધિરાજ ઊંઘે છે.

વીજળીનાં જીવંત વાયર પર,
એક આખ્ખો સમાજ ઊંઘે છે.

હોઠ પર છે ધજા બગાવતની,
ફેફસાંમાં અવાજ ઊંઘે છે.

ભૂખ જાગ્યા કરે પથારીમાં,
આમ બંદાનવાજ ઊંઘે છે.

પિંડ ટંગાય દૂર ખીંટી પર,
કોઈ પહેરીને તાજ ઊંઘે છે.

આંખ અંગત બનાવ ભૂલીને,
એકબીજાને કાજ ઊંઘે છે.

– સ્નેહી પરમાર

કેવા અદભુત કલ્પન અને કેવી મજાની ગઝલ…

11 Comments »

  1. Rina said,

    June 20, 2014 @ 2:42 AM

    Wahhhh

  2. narendrasinh said,

    June 20, 2014 @ 3:10 AM

    બહુ સુન્દર્

  3. Hardik Vora said,

    June 20, 2014 @ 4:03 AM

    વાહ્…..

  4. lalit trivedi said,

    June 20, 2014 @ 5:11 AM

    નવી અને સરસ ગઝલ ..અભિનંદન…

  5. Darshana bhatt said,

    June 20, 2014 @ 6:33 AM

    મજાની ગઝલ…મજા પડી ગઈ.

  6. yogesh shukla said,

    June 20, 2014 @ 10:31 AM

    – સ્નેહી પરમાર સુંદર કટાક્ષ ,” દો લાઈન તો બનતી હે ,

    વેળાસર જગાડ્યા મતદારોને ,
    લાગે છે કે સરકાર હવે ઉંઘે છે ,

  7. perpoto said,

    June 20, 2014 @ 12:33 PM

    ભગતસિંગ સરીખી બગાવતી ગઝલ

    જાગતા ઉંઘે

    રાતના ઊજાગરા

    કરતાં ફરે

  8. Sudhir Patel said,

    June 29, 2014 @ 12:00 AM

    વાહ, સુંદર તાજગી-સભર ગઝલ!
    સુધીર પટેલ.

  9. સૂર્યકાંત નરસિંહ said,

    July 10, 2014 @ 5:19 AM

    સ્નેહીભાઈ…આખા ગ્રંથમાં સમાય એવી વાત એક નાની ગઝલમાં…ખુબ સુંદર.

  10. VIPUL PARMAR said,

    February 10, 2015 @ 1:26 AM

    વાહ, સુંદર ગઝલ!

  11. HATIM K. THATHIA BAGASRAWALA said,

    March 31, 2015 @ 2:40 PM

    Snehisaheb. Really I have gone through both Gazals.Meghani

    Snehi Saheb banne gazal khubaj sundar chhe. aapni Gazal rachana ma pravrut raho ane gujarati bhashane aavi sundar gazal rachana aapta raho ej ShubIchha. Hatim Bagasrawala

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment