આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
– શબનમ ખોજા

ગઝલ – મુકુલ ચોક્સી

આવી ગયો છે કાળ આ નાટકના અંતનો
ઊભું છે વૃક્ષ કોટ ઉતારી વસંતનો

પૂરો ભલે ન થાય એ કોઈ જગા ઉપર
કિસ્સો શરૂ તો થાય છે ચોક્કસ અનંતનો

કોના તરફ વધારે વફાદાર છે નદી ?
આ પ્રશ્ન કાંઠાઓમાં ઊઠ્યો છે તુરન્તનો

– મુકુલ ચોક્સી

વૃદ્ધાવસ્થા અને સમીપ સરતા મૃત્યુ વિશે કેવો સચોટ શેર કવિ લઈ આવ્યા છે? કાળ શબ્દનું પ્રયોજન સમયની પછીતે છુપાયેલ મૃત્યુને પણ ઇંગિત કરે છે. વસંતનો કોટ ઉતારીને ઊભેલા વૃક્ષનું ચિત્ર ઠંડોગાર ડામ દેતું હોય એમ લાગે છે. અને “અનંતતા” વિશેનો આવો ક્રિએટિવ શેર અગાઉ ક્યાંય વાંચ્યો હોવાનુંય ધ્યાનમાં નથી…

6 Comments »

  1. RAKESH said,

    December 25, 2014 @ 3:12 AM

    Superb !

  2. sevakneeta said,

    December 25, 2014 @ 7:49 AM

    આ પ્રશ્ન કાંઠાઓમાં ઊઠ્યો છે તુરન્તનો
    કોના તરફ વધારે વફાદાર છે નદી ?
    superb……

  3. ગઝલ – મુકુલ ચોક્સી | વિજયનું ચિંતન જગત- said,

    December 25, 2014 @ 12:06 PM

    […] લયસ્તરો » ગઝલ – મુકુલ ચોક્સી// < ![CDATA[ try{jQuery.noConflict();}catch(e){}; // ]]> […]

  4. Dhaval Shah said,

    December 25, 2014 @ 7:03 PM

    આવી ગયો છે કાળ આ નાટકના અંતનો
    ઊભું છે વૃક્ષ કોટ ઉતારી વસંતનો

    – સરસ !

  5. સંદીપ ભાટિયા said,

    December 26, 2014 @ 2:10 AM

    અફલાતૂન….. !!!

  6. yogesh shukla said,

    January 4, 2015 @ 10:08 PM

    સુંદર રચના ,….પણ ,

    નદીની વફાદારી ક્યાં માન્ય રાખી સાગરે ,
    ભરતી બાદ તરત જ ઓટ આપી કયા વગરે ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment