શૂન્યનો દ્રષ્ટા – જવાહર બક્ષી
કોણ અહીંયાં સત્યવકતા હોય છે,
બોલવું પોતે જ મિથ્યા હોય છે.
એ ખરું કે શબ્દ ખોટા હોય છે,
વાત જેની કહું છું સાચા હોય છે.
માર્ગ ખુદ ખોવાય જેની રાહમાં
કૈં સગડ સપનામાં મળતા હોય છે.
સ્વપ્ન પાછળ દોટ મૂકી ક્યાં જવું,
સ્વપ્ન સરનામાં વિનાનાં હોય છે.
એક ઘર મનમાંથી ખાલી થાય….ને,
શ્હેર આખું સૂનકારા હોય છે.
શૂન્યતા ક્યાં વારતાનો અંત છે,
શૂન્યનો પણ કોઈ દ્રષ્ટા હોય છે.
-જવાહર બક્ષી
છેલ્લેથી બીજા શેરમાં ‘ સૂનકારા ‘ શબ્દ કઠ્યો.
મત્લા અને મક્તા ઉપર વારી ગયો…..
lalit trivedi said,
June 18, 2014 @ 6:27 AM
સરસ સરલ સચોટ્ અદભુત
pragnaju said,
June 18, 2014 @ 7:30 PM
શૂન્યતા ક્યાં વારતાનો અંત છે,
શૂન્યનો પણ કોઈ દ્રષ્ટા હોય છે.
વાહ
યાદ્
શૂન્યનો વિસ્તાર છું શૂન્યનું ઊંડાણ છું. ખીણમાં વિસ્તરું શિખર પર પ્રાણ છું. શૂન્યની વાત છું શૂન્યનું ગીત છું. શૂન્યનું ભાવિ છું શૂન્યનો અતીત છું. શૂન્યની જીભ છું શૂન્યની જબાન છું,. કોઈ અદ્વૈત છું શૂન્ય પુરાણ છું.
samyak said,
June 24, 2014 @ 6:52 AM
સુંદર