સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

છેલછબીલે છાંટી – પ્રિયકાંત મણિયાર

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઈ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવળ થાય ઉરે જ્યમ
પહેલી પેહરી હો કાંટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી

– પ્રિયકાંત મણિયાર

નખશિખ માધુર્ય……

2 Comments »

  1. Shah Pravinchandra Kasturchand said,

    June 15, 2014 @ 5:48 PM

    પ્રિયકાંત મણિયાર તો મારા મણિ જેવા પ્રિય યાર અને એમનું નામ જ્યાંજ્યાં વંચાય ત્યારે ત્યારે મનમાં પૂનમની હેલી ચડે.

    “મનડું મારું મોહી પડ્યું જ્યાં મોહને મારી પગની આંટી
    લોચન મારાં ખળખળ વહ્યાં જાણે દરિયે આવી ભરતી.”

  2. pragnaju said,

    June 18, 2014 @ 7:49 PM

    તરબોળ ભીંજાણી, થથરી રહું,
    હું કેમ કરીને છટકું?
    માધવને ત્યાં મનવી લેવા,
    કરીને લોચન લટકું
    જવા કરું ત્યાં એની નજરની
    અંતર પડતી આંટી…
    છેલછબીલે છાંટી

    – પ્રિયકાંત મણિયારની ભાવવાહી પંક્તીઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment