લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

ગઝલ – મુકુલ ચોક્સી

જો કે સમુદ્રમાં અને આ રણમાં ફર્ક છે
માણસ એ બેઉ ચીજનો સંયુક્ત તર્ક છે

છો ને એ હોઠ નામની સંસ્થાને માન્ય છે
અક્ષર તો આંગળીનો અમસ્તો જ તર્ક છે

કેવો સરસ આ રાહ ન જોવાનો ડોળ છે
આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે

– મુકુલ ચોક્સી

માત્ર ત્રણ જ શેરની ગઝલ. એમાં પણ બે કાફિયા તો એકના એક. ને તો પણ ગઝલની ફ્લેવર એવી કે એકવાર માણો તો કાયમ માટે જીભે સ્વાદ રહી જાય. પહેલા શેરમાં કરાયેલી માણસની વ્યાખ્યા અને આખરી શેરનો ઇંતેજાર તો અદભુત છે !!!

8 Comments »

  1. હેમંત પુણેકર said,

    June 14, 2014 @ 1:55 AM

    ગઝલ સરસ છે. પહેલો અને અંતિમ શેર ખાસ! મુકુલ ભાઈએ ખાસ્સી છૂટ લીધેલ છે. કાન નું કાનો કરવું પડ્યું છે. “છે” રદીફ બીજા અને ત્રીજા શેરની પહેલી પંક્તિમાં કાફિયા વિના આવે છે એ પણ એક (નાનકડો!) દોષ ગણાય.

  2. Rina said,

    June 14, 2014 @ 2:07 AM

    Awesome……..

  3. સુનીલ શાહ said,

    June 14, 2014 @ 3:04 AM

    જો કે સમુદ્રમાં અને આ રણમાં ફર્ક છે
    માણસ એ બેઉ ચીજનો સંયુક્ત તર્ક છે
    ઉત્તમ શેર…

  4. Maheshchandra Naik (Canada) said,

    June 14, 2014 @ 6:09 PM

    સરસ ગઝલ, બધા જ શેર મનભાવન………………….

  5. kiran said,

    June 17, 2014 @ 7:19 AM

    કેવો સરસ આ રાહ ન જોવાનો ડોળ છે
    આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે

    – સરસ

  6. Sureshkumar G. Vithalani said,

    June 17, 2014 @ 9:44 AM

    An excellent Gazal, indeed !

  7. વિવેક said,

    June 18, 2014 @ 1:50 AM

    @ હેમંત પુણેકર:

    તમારી વાત સો ટકા સાચી… મારા ધ્યાનમાં પણ આ વાત હતી જ… મુકુલભાઈના પ્રથમ સંગ્રહમાંની ગઝલ… કવિજીવનની શરૂઆતની… પણ ગઝલ એવી ગમી ગઈ કે રજૂ કરવી જ પડી…

  8. pragnaju said,

    June 18, 2014 @ 7:52 PM

    આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે
    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment