આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

ગઝલ – આદિલ મન્સૂરી

તારી યાદોનાં હરણ લૈ જાઉં
પીઠ પર નાખીને રણ લૈ જાઉં

ખૂબ લાંબો છે મરણનો રસ્તો
જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં

હોઠ પર પ્યાસના સહરા સળગે
બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં

એ તો સાક્ષાત્ સમય છે પોતે
મારી એકાંતની ક્ષણ લૈ જાઉં

જ્યારે જાઉં છું ઊઠીને આદિલ
શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં

– આદિલ મન્સૂરી

આખી ગઝલ મજબૂત પણ હું તો પહેલા શેરનો જ આશિક બની ગયો… યાદોના હરણ જાણે કે આખું રણ… અસીમ…. અનંત… ધગધગતું… બળઝળતું… સૂક્કુંભઠ્ઠ… આભાસથી ભરપૂર… અને આ બધું પોતાની જ પીઠ પર વેંઢારવાનું… વાહ કવિ!

5 Comments »

  1. RAKESH THAKKAR, VAPI said,

    June 12, 2014 @ 12:49 AM

    સુંદર ગઝલ… વાહ કવિ!

  2. Hardik said,

    June 12, 2014 @ 6:26 AM

    વાહ…જ્યારે જાઉં છું ઊઠીને આદિલ
    શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં

  3. Yogesh Shukla said,

    June 12, 2014 @ 12:36 PM

    અદ્ભુત રચના , આદિલજી તો ચાલો સ્મરણમાં તમારી ગઝલ લઇ જાઉં

  4. pragnaju said,

    June 18, 2014 @ 7:57 PM

    તારી યાદોનાં હરણ લૈ જાઉં
    પીઠ પર નાખીને રણ લૈ જાઉં
    વાહ્

  5. Harshad said,

    June 19, 2014 @ 9:49 PM

    Really Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment