…ફૂલો છે – શોભિત દેસાઈ
મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છે
અરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છે
એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે
જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે
હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !
કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !
ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે
– શોભિત દેસાઈ
કહતે હૈં કિ શોભિત કા હૈ અંદાઝ-એ-બયાઁ ઓર….
મીના છેડા said,
June 5, 2014 @ 2:15 AM
ક્યા બાત!
narendrasinh said,
June 5, 2014 @ 3:08 AM
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે ! ખુબ સુન્દર
hemant nanavaty said,
June 5, 2014 @ 3:38 AM
મરકતા હોય તો લાગે પરીના ફૂલો છે અરે!શિશુઓ છે…વાહ શોભિત રુપયાતનના બાળકોનું નવું સત્ર સુધારી દીધું …
KIRAN PANDYA said,
June 5, 2014 @ 7:01 AM
VERY NICELY WORDED AND EXPRESSED GAZAL. GOD BLESS HIM KJP
હેમંત પુણેકર said,
June 5, 2014 @ 8:51 AM
આ તો કંઈ ગઝલ છે યાર? આ શું છે? કંઈક અદ્ભૂત, અદ્વિતીય છે. એક થી એક ચડિયાતા શેર! ખરેખર પયગંબરીના ફૂલો! વાહ વાહ….
pragnaju said,
June 5, 2014 @ 9:26 AM
સુંદર ગઝલ
નો મક્તા
ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે
વાહ
La Kant Thakkar said,
June 5, 2014 @ 11:52 AM
” ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!”
અન્તે, સવાલ – ચિહ્ન ! નશા સાથે અનુસન્ધાન ! આ નયનોનેી જ તો રામાયણ છે !સરસ …
લા’ કાન્ત / ૫.૬.૧૪
Yogesh Shukla said,
June 5, 2014 @ 3:12 PM
અતિ સુંદર, છેલ્લો મતલા સાથે કાવ્ય ના અંતિમ શબ્દો સરસ
Maheshchandra Naik (Canada) said,
June 5, 2014 @ 5:04 PM
સરસ ગઝલ અને બધા જ શ્ર સરસ ,મનભાવન…..,આભાર,,,,,,
Harnish Jani USA said,
June 5, 2014 @ 5:28 PM
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !
લગભગ દરેક શેર પર ઉછળી ઉછળીને દાદ દેવી પડે
preetam Lakhlani said,
June 5, 2014 @ 11:16 PM
શોભિત હવે ખરેખર સારુ લખતો થહ્યો છે…..
pushpakant Talati said,
June 5, 2014 @ 11:18 PM
વાહ; અફલાતુન –
” ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે ! ”
હવે તો ભારત માં મોદી-સરકાર આવી છે આશા રાખીયે કે હવે ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા વિગેરે છબી બની ગયેલા અને ગઈ સદીનાં ફૂલો તરીકે ઓળખાતા આ બધા જ ફુલો હવે આજના જમાનામાં પણ સોળે કળાએ ખીલી ઉઠે.
આશા અમર છે. – જય ગુજરાત – જય ભારત
-પુષ્પકાન્ત એમ. તલાટી
lalit trivedi said,
June 8, 2014 @ 1:32 AM
ક્યા બાત.શોભિતજી,સુંદર ગઝલ !
ભાવેશ શાહ said,
June 12, 2014 @ 4:20 AM
કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !…. જબરદસ્ત શેર !!!
preetam Lakhlani said,
June 13, 2014 @ 1:06 AM
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ
Harshad said,
June 19, 2014 @ 9:53 PM
ખૂબ જ સુન્દર રચના. વાહ્….!