બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.
સૈફ પાલનપુરી

ઈસવીસન પૂર્વેથી – હેમેન શાહ

આ ધરા એક ગ્રંથ આલિશાન છે,
તમને લખવા-વાંચવાનું જ્ઞાન છે ?

ઈસવીસન પૂર્વેથી ચાલી આવતો,
કોનો મારા શીશ પર અહેસાન છે ?

કાષ્ઠની તલવાર જેવો દેહ છે,
ને જગત તો એક રણમેદાન છે.

છોકરો બગડી ગયો’તો સાવ જે,
એનું તો જાહેરમાં સન્માન છે.

જ્યાં વિચારોને પૂરી રાખી શકો,
એવું કોઈ ખાસ આંદામાન છે ?

– હેમેન શાહ

સન્માનવાળા શેરને બાદ કરીએ તો આખેઆખી ગઝલ અફલાતૂન. બધા જ શેર બે ઘડી વિચાર માંગી લે એવા અને સ્મરણમાં લાંબો સમય ઘુમરાયા કરે એવા. પણ આંદામાનની સેલ્યુલર જેલ અને કાળા પાણીની યાદ અપાવતો આખરી શેર તો શિરમોર છે…

3 Comments »

  1. Rina said,

    May 15, 2014 @ 2:31 AM

    awesome……..

  2. Yogesh Shukla said,

    May 15, 2014 @ 11:00 AM

    છેલ્લો શેર બહુજ ગમ્યો ,
    વાચવાની મઝા આવી ગઈ ,

  3. mehul said,

    May 16, 2014 @ 3:29 AM

    શુ ગઝલ ચ્હે ….તાજા કલ્પનો …કયા બાત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment