ધૂપથી નીકળ્યો, અને- કિસન સોસા
ધૂપથી નીકળ્યો, અને હું ધૂપમાં ઊતરી ગયો,
તો ય મુજ પડછાયો કેવા છાંયડા ચીતરી ગયો !
પૂર્વાજન્માશ્રમ મહીં હોઈશ હું ગુલમહોર તે,
આ ભવે પણ જો, સહજ ભાવે, સૂરજ ઝીલી ગયો.
એ નદી સૈકા પછી થઈ શહેર વચ્ચેથી પસાર
ને રૂપાંતર પામતો હું પથ્થરે અટકી ગયો.
અંધકારે રહીને પણ આપી છે મુજ ઓળખ અલગ,
ફૂલ બેલાનું થઈ પધરાવમાં મ્હેકી ગયો.
એ પ્રતિમા પર ઝીણેરો પડદો ઝલમલતો હતો ,
કોઈને હાથે અચાનક આજ લો , સરકી ગયો.
રાતને ત્રીજે પ્રહર જાગી ઊઠી છે આ ગઝલ,
શું કરું, તું સાંભરી ને હું મને સ્ફૂરી ગયો.
– કિસન સોસા
ચોથો શેર બહુ ન ગમ્યો, બાકી બધાં જ સુંદર છે.
Rina said,
May 5, 2014 @ 3:06 AM
Beautiful. …
Maheshchandra Naik (Canada) said,
May 5, 2014 @ 8:05 PM
સરસ ગઝલ્………………
Harshad said,
May 5, 2014 @ 9:38 PM
Like it. Beautiful !!!
ABDUL GHAFFAR KODVAVI said,
May 6, 2014 @ 3:46 AM
એ નદી સોકા પછી થઇ શહેર વચ્ચે થી પસાર
ને રૂપાંતર પામતો હું પથ્થરે અટકી ગયો ,
બહુ સરસ અટક્વામાજ ભલાઈ હશે
નહીતો ભાંગી ને ભુક્કા થઇ જાત
Yogesh Shukla said,
May 7, 2014 @ 3:31 PM
સવારમાં ઉઠી ગઝલ લખવી એ પણ એક જાતનો મન-વિચારો નો યોગ છે ,
રાતને ત્રીજે પ્રહર જાગી ઊઠી છે આ ગઝલ,
શું કરું, તું સાંભરી ને હું મને સ્ફૂરી ગયો.