ઇચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
-રાજેન્દ્ર શુક્લ

મર્યાં – ભરત વિંઝુડા

આ સમયને ઝેર પાઈને મર્યાં
શ્વાસ જેવા શ્વાસ ખાઈને મર્યાં

બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
ને ભીતરથી હીજરાઈને મર્યાં

એના બાહુપાશમાંથી ના છૂટ્યા
પ્રેમમાં કેવા ફસાઈને મર્યાં

ક્યાંક વાદળમાંથી વરસે છે ફરી
જળ જે અહીંયાથી સુકાઈને મર્યાં

કોઈ ખાલી પેટે જીવતું હોય છે
ને અમે તો બહુ ધરાઈને મર્યાં

ઝાંઝવા પાછળ તમે દોડ્યા કર્યા
ને અમે એમાં તણાઈને મર્યાં

– ભરત વિંઝુડા

આમ તો આ ગઝલ વાત કરે છે મરવાની પણ છે વાંચતા જ જીવી જવાનું મન થાય એવી…

સૂર્યના તાપથી બાષ્પીભૂત થઈ વાદળમાં ઘનીભૂત થઈ ક્યાંક બીજી જ જગ્યા પર જઈ વરસી પડતા જળનું કલ્પન એવું તો ગમી ગયું કે હું આગળ જ વધી શકતો નથી….

14 Comments »

  1. Bhavin Modi said,

    May 2, 2014 @ 3:09 AM

    કોઈ ખાલી પેટે જીવતું હોય છે
    ને અમે તો બહુ ધરાઈને મર્યાં

    great lines…

    bhavin modi
    9974525210
    Ahmedabad

  2. narendrasinh said,

    May 2, 2014 @ 3:12 AM

    બહુ સુન્દર ગઝલ્

  3. હાર્દિક said,

    May 2, 2014 @ 3:29 AM

    વાહ સુન્દર ગઝલ

  4. urvashi parekh said,

    May 2, 2014 @ 4:03 AM

    ખુબ જ સરસ રચના છે.

  5. dilip ghaswala said,

    May 2, 2014 @ 6:23 AM

    સરસ રચના

  6. jyoti parekh said,

    May 2, 2014 @ 8:45 AM

    બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
    ને ભીતરથી હીજરાઈને મર્યાં

  7. sudhir patel said,

    May 2, 2014 @ 11:12 AM

    સુંદર ગઝલ અહીં ફરી માણવી ગમી!
    સુધીર પટેલ.

  8. Yogesh Shukla said,

    May 2, 2014 @ 1:32 PM

    આ તે કેવી સુંદર ગઝલ ,
    ફરી ફરી વાંચીને અમે જીવ્યા

  9. Pravin V. Patel said,

    May 2, 2014 @ 5:08 PM

    વાહ———————વાહ——————-વાહ——————–
    અભિનંદન.

  10. Bharat Gandhi said,

    May 2, 2014 @ 6:50 PM

    If any dying person get to read this beautiful Taxal, I am sure he will stay alive Further!

  11. ABDUL GHAFFAR KODVAVI said,

    May 3, 2014 @ 2:14 AM

    હિજરાય શબ્દ ગુજરાતી શબ્દ કોશ માં જોવા મરતું નથી .
    કોશિશ કરી હોત તો બેલેન્સ કરવા માટે ગુજરાતી શબ્દ મરી જાત .
    એટલે મારા તરફથી એટલું લખીસ કે ,આખી ગઝલ સારી લાગી છેલ્લે
    હિજરાય માં અટવાય ને મર્યા .

  12. ari krishna said,

    May 3, 2014 @ 9:45 PM

    khub sundar rachna..

  13. હેમંત પુણેકર્ said,

    May 4, 2014 @ 10:10 AM

    ખૂબ સુંદર ગઝલ. પહેલો શેર ૧૦૦% સમ્જાયો એવું કહી શકતો નથી. બાકી બધા જ શેર સુંદર! વાહ ભરતભાઈ!

  14. વિવેક said,

    May 5, 2014 @ 3:01 AM

    @ અબ્દુલ ગફાર કોડવાવી:

    “હિજરાઈ” શબ્દ બિલકુલ ગુજરાતી શબ્દ છે.. હિજરાવું પરથી આ ક્રિયાપદ બન્યું છે. આપણા શબ્દકોશોની એ ખામી છે કે શબ્દના તમામ પ્રચલિત અને માન્ય સ્વરૂપો એમાં આપવામાં આવતા નથી.

    આશક આ પડ્યો બેહોશ, મરી જશે હિજરાઈ એ.
    – કલાપી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment