ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!
– હર્ષા દવે

લાગે – રઈશ મનીઆર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીઆર

સરળ અને સચોટ વાણી…….

13 Comments »

  1. સુનીલ શાહ said,

    April 20, 2014 @ 3:23 AM

    રઈશભાઈની સુંદર ગઝલ…એકેએક શેર મઝાના થયા છે.

  2. Hardik said,

    April 20, 2014 @ 4:00 AM

    Waah…Sundar rachana.

  3. perpoto said,

    April 20, 2014 @ 5:54 AM

    છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
    પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

    સાવ સાદી છતાં ગેહરી ગઝલ લાગે…

    પ્રસ્વેદ પાડનારો ,જ્ઞાની છતાં,હમેશમાં તંગીમાં લાગે..

  4. Piyush Shah said,

    April 20, 2014 @ 6:06 AM

    છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
    પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે..

    Ek dum Zakkash , Raeesh bhai..!

  5. Piyush Shah said,

    April 20, 2014 @ 6:07 AM

    છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
    પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે..

    Ek dum Zakkash , Raeesh bhai..!

  6. Manubhai Raval said,

    April 20, 2014 @ 6:20 AM

    આખી ગઝલ ખુબજ મઝની છે.
    સચોટ વાણી…….

  7. Bhadresh Joshi said,

    April 20, 2014 @ 6:24 AM

    Vah Pachhi Aah Bolai Jay To Keto Ni..

  8. jagdish48 said,

    April 21, 2014 @ 12:10 AM

    ‘બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
    ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે’
    જીંદગી રહસ્ય … બસ બે લીટીમાં……….

  9. Bhavin Modi ahmedabad said,

    April 21, 2014 @ 1:55 AM

    રઈશ મનીઆર…

    my best writers…..

  10. Yogesh Shukla said,

    April 23, 2014 @ 4:54 PM

    સુંદર રચના , સમજવા જેવી રચના

  11. Harshad said,

    April 25, 2014 @ 5:31 PM

    Awesome!!!

  12. dilip ghaswala said,

    April 29, 2014 @ 4:33 AM

    રઈશ ભઈ
    ખુબ જ સરસ અને ચોટદાર ગઝલ…

  13. Harshit Shukla said,

    February 27, 2015 @ 6:03 AM

    સર, તમારી રચનાઓ નવી તાજગી લાગે, દર વખતે,
    કે મોગરાંને પણ જલન થાય, હર વખતે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment