મૂકી – સંજુ વાળા
સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી
છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગાણ મૂકી
તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?
જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી
ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી
[ જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવા આપવાનું અનાજ; ચંદી. ]
-સંજુ વાળા
નાવીન્યપૂર્ણ ગઝલ……
Rina said,
April 13, 2014 @ 5:23 AM
Awesome. ..
Mehul A. Bhatt said,
April 13, 2014 @ 7:39 AM
મસ્ત…
Maheshchandra Naik (Canada) said,
April 13, 2014 @ 8:55 PM
સરસ ગઝલ, કવિશ્રી સંજુ વાળાને અભિનદન અને આપનો આભાર………………..
perpoto said,
April 13, 2014 @ 10:06 PM
એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી
નથી છુટતાં
છતાં તડકા ડાળે
છો હો છાંયડા
sudhir patel said,
April 15, 2014 @ 11:12 AM
ગઝલ મસ્ત મસ્ત!
સુધીર પટેલ.
વિવેક said,
April 16, 2014 @ 2:36 AM
વાહ… મજાની રચના….