જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

ગઝલ – પ્રતિમા પંડ્યા

ત્રાજવું લઈ પ્રેમ કોઈ તોળશે નો’તી ખબર,
કાટલાં સંબંધના બદલી જશે નો’તી ખબર.

લો અમે ઓવારણાં તો લઈ લીધા હરખાઈને,
ટાચકાનું દુઃખ પણ કેવું હશે નો’તી ખબર.

ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા હથોડીને થશે નો’તી ખબર.

ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.

પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.

સાચવી’તી હારને મેં પ્રીતની ગાગર મહીં,
જીત મારી આંખથી છલકી જશે નો’તી ખબર.

-પ્રતિમા પંડ્યા

પ્રતિમા પંડ્યા ગઈકાલે આપણે જેમની ગઝલ અહીં માણી હતી એ સંજય પંડ્યાના અર્ધાંગિની છે પણ અહીં આપણે એ ઓળખાણ નહીં આપીએ. પુરુષ કરતાં સ્ત્રી વધુ લાગણીસભર અને ઋજુહૃદય હોય છે એ બાબતમાં કોઈને શંકા હોય તો આ ગઝલ પર નજર કરે. કવિની સંવેદનાનું પોત કેટલું મસૃણ હોય છે એ અહીં સમજી શકાય છે. ઓવારણાં લેવાની ક્રિયા સુખદ વધામણાં લેવાનો પ્રસંગ છે પણ કવિને જે સ્પર્શે છે એ ટાચકાંને થતું દુઃખ છે. આંગળીથી પણ આગળ વધીને કવયિત્રી ઠેઠ ટાચકાંની અનુભૂતિના મર્મમાં પહોંચે છે. અને શિલ્પ જન્માવતા પથ્થરોની પીડા વિશે તો આપણે ઘણું બધું કહી દઈએ છીએ પણ કવયિત્રીને જે વાત અભિપ્રેત છે એ છે હથોડીની પીડા. કેવી મુલાયમ વાત !

“નો’તી ખબર”નો રદીફ લઈ  આગળ વધતી આ ગઝલની સર્થક્તા તો એ વાતમાં છે કે દરેક શે’ર વાંચતી વખતે જ્યારે જ્યારે કવિ કહે છે કે ખબર નહોતી ત્યારે-ત્યારે આપણને અહેસાસ થયા વિના રહેતો નથી કે કવિને તો આ વાત ખબર જ છે.

12 Comments »

  1. Pinki said,

    April 11, 2008 @ 2:10 AM

    સુંદર ભાવાભિવ્યક્તિ…….. !!

    સ-રસ રચના….

  2. jayshree said,

    April 11, 2008 @ 4:10 AM

    ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
    હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.

    આ શેર સૌથી વધુ ગમ્યો…

    પણ મને છેલ્લા શેરનો અર્થ બરાબર ના સમજાયો..

  3. pragnaju said,

    April 11, 2008 @ 9:11 AM

    મઝાની ગઝલ
    આ શેર
    પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
    આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.
    વાહ
    યાદ આવ્યાં
    પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
    તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?
    ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
    ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
    ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
    જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.
    લાગણીનો આયનો મારો ઘણો તત્પર હતો,
    પણ ખબર નો’તી તમારા હાથમાં પથ્થર હતો !

  4. Rasik Meghani said,

    April 11, 2008 @ 12:08 PM

    પ્રતિમા પંડયાની આ ગઝલ ઘણી સુંદર છે. ઘાયલે જેમ કીધું છે, તેમ એક એક શેર દિલ પર ચોટ કરી ગયો. સર્વંગ સંપૂર્ણ ગઝલ- અભિનંદન

  5. Vipool Kalyani said,

    April 12, 2008 @ 3:45 AM

    Wonderful. Enjoyable. Compliments.

  6. Dilip makvana(Dilraj) said,

    April 12, 2008 @ 5:26 AM

    “કહે સબ કોઇ,
    દુબે જો કોઇ.
    એક તન્ખલુ પન બસ,
    જો સમ કિનરો હોઇ.”

    –િદ્િલ્પ મકવાના ( “િદ્લ્રાજ” ્)

  7. Dilip makvana(Dilraj) said,

    April 12, 2008 @ 6:03 AM

    “નયન છે મેહ્ખાના એના ,
    આખો ચ્હે જામ એના,
    બેીજુ શુ હોઇ સકે,
    હુ ‘િદ્લ્’ સરાબેીને આશ ચ્હે ુ સરાબ એના”

    “હાલ જુવે જો એ બેહાલ મારા,
    રડી પડે એ ઉર્મી કાવ્યા પન મારા,
    આસુ ને પી ગયો હુ જામ જાની સાકી તારી નઝર ,
    સરાબ છે વાંણી”

    “નસો હવે કેવો મેહ્ખાનામા,
    એ તો બસ તારી આખોમા,
    મલે જો એ અસુ પાણીમા,
    નસો એનો પણ છે આ કહાણીમા”

    — લી. દીિલ્પ મકવાના ( “દીલ્રાજ” )

  8. Dilip makvana(Dilraj) said,

    April 12, 2008 @ 6:07 AM

    “હતુ અહી તમનનઓની રેતીનુ ઘર,
    ગોતુ છુ, સાયદ કોઇ દરીયાની મઝાક હોઇ??”
    — “દીલ્રાજ્”્

  9. rajgururk said,

    April 12, 2008 @ 7:35 AM

    અતી અતી અતી સુન્દેર ગજલ

  10. GAURANG THAKER said,

    April 12, 2008 @ 2:14 PM

    wahhh…. Pratimaben khoob saras gazal, bijo ne chotho sher vishesh gamya.pan tame lakhta raho…gazalni bani tamari pase chhe…

  11. 'ઈશ્ક'પાલનપુરી said,

    April 17, 2008 @ 1:17 AM

    બહુ મજા આવી ગઇ
    પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
    આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.

    ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
    હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર
    સરસ શેર

  12. chandra said,

    May 5, 2008 @ 1:31 PM

    આવિજ ગઝલો નિ આશા રખિ ને વાચ તો રહિશ .ધન્ન્યવાદ્.

    ચન્દ્રકન્ત્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment