એટલે તો ફૂલ ખીલ્યા સ્વપ્નનાં,
આંસુ ભીનું આંખનું આંગણ હતું.
બી.કે.રાઠોડ ‘બાબુ’

માણસ છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

9 Comments »

  1. jahnvi antani said,

    March 9, 2014 @ 5:27 AM

    સુન્દર રચના.

  2. perpoto said,

    March 9, 2014 @ 5:42 AM

    એક સાવ બજારુ ઓરત છું —આ વાક્ય -વુમન્સ ડૅ -પર વિવાદાસ્પદ બની શકે…

    તરે તરાવે
    કોણ છે આ માણસ
    ડુબે ડુબાડે

  3. Nirav said,

    March 9, 2014 @ 6:35 AM

    હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું…….

  4. ધવલ said,

    March 9, 2014 @ 10:09 AM

    હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
    હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

    – સરસ !

  5. narendra said,

    March 10, 2014 @ 12:45 AM

    સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
    કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું. અત્યન્ત ખુબ્સુરત્

  6. suresh parmar said,

    March 10, 2014 @ 10:25 AM

    સુઁદર ગઝલ.

    પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
    કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

    સમકાલીન માણસની હકીકત;

    સરસ.

  7. Harshad said,

    March 11, 2014 @ 8:10 PM

    સૂન્દર !!

  8. Gahan Munjani said,

    March 20, 2014 @ 3:08 AM

    ખૂબ જ સરસ ગઝલ….

  9. La Kant Thakkar said,

    June 27, 2014 @ 7:25 AM

    પ્રતિભાવમાં … …માત્ર “માણસ છું” … એ વાત કોઇએ કહી નથી …
    “માણસ છું” .એ મૂળ વાતનો એહસાસ હોવો એ કૈં નાની-સૂની વાત નથી!!!

    “પાણીનો છે આભાસ” = રણ ” એટલે કે, “સ્વયં દરિયા જેવો,”નો
    વિરાટ ફલક ….. કહેવું પડે … સલામ ”મિસ્કિન”
    -લા’ કાંત / ૨૭.૬.૧૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment