ગઝલ – ભાવેશ ભટ્ટ
અચાનક વહેણમાં બદલાવ આવે;
નદીમાં જો અમારી નાવ આવે.
અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.
કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !
નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.
ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
અને સપનામાં કાયમ વાવ આવે.
– ભાવેશ ભટ્ટ
Yogesh Shukla said,
April 25, 2014 @ 1:22 AM
નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.
સુંદર …….
Rina said,
April 25, 2014 @ 3:07 AM
waahhh
હાર્દિક said,
April 25, 2014 @ 3:10 AM
વાહ..ભાવેશ ભાઈ…
perpoto said,
April 25, 2014 @ 3:44 AM
નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.
ભાવેશભાઇ એ શક્ય છે કે કદાચ બાંકડાના ડી.એન. એ. માં ખરાબી હોય…
નહિંતર તો જે કુટુમ્બમાં વૃદ્ધો વસે છે તે બધાં કદાચ માંદા જ રેહતા હશે..
વિવેક said,
April 25, 2014 @ 8:01 AM
@ પરપોટોઃ
લાગે છે કે કદાચ આપ શેર ચૂકી ગયા છો….
સુનીલ શાહ said,
April 25, 2014 @ 9:07 AM
સુંદર કવિકર્મ…
suresh baxi said,
April 25, 2014 @ 11:04 AM
ભાઈ ભાવેશ ખુબ સરસ રચ ના
Harshad said,
April 25, 2014 @ 4:54 PM
Like it. It looks like each line is independently express it views.
Still its a good gazal, keep it on.
ભાવિન મોદેી said,
April 26, 2014 @ 2:18 AM
કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે ! …..
nice line….
ભાવિન મોદેી – અમદાવાદ
૯૯૭૪૫૨૫૨૧૦
Shah Pravinchandra Kasturchand said,
April 27, 2014 @ 8:49 PM
સારી ગઝલનો માણવા જેવો નમૂનો.
preetam Lakhlani said,
April 30, 2014 @ 3:29 PM
અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.
કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !
ભાવેશ ભટ્ટ્,અનિલ્ ચાવડા,કિરણસિંહ ચોહાણ્ હરદ્રાર ગોસ્વામી, ચંદેશ મકવાણા અને મિલિન્દ્ર ગઘવી જેવા યુવાન ગઝલકારો થકી ગુજરાતી ગઝલનો સૂર્ય્ આજે આસમાનમાં ઝળહળે છે….. ગુજરાતી ગઝલનો આ યુવાન ગઝલકારો ના પ્રેમે વર્તમાનમાં ગુજરાતી ગઝલનો યોવન કાળાચાલી રહ્યો છે.. સલામ….
Yogesh Shukla said,
May 2, 2014 @ 1:51 PM
સુંદર ગઝલ
નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.
બાગના બાંકડા વૃધોને પૂછે છે ઘરમાં બધું ઠીક છે ને ,