ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ
ઓઢીને અંધાર ઊભો છું,
ઘેનમાં ચિક્કાર ઊભો છું!
દોડતા અઠવાડિયા વચ્ચે
હું બની રવિવાર ઊભો છું !
મારી અંદર ના પ્રવેશો, લ્યા
હું જ મારી બ્હાર ઊભો છું !
કેટલું મોડું કરીશ ઈશ્વર ?
ક્યારનો તૈયાર ઊભો છું
જે ગમે તે રૂપમાં ચાહો,
રૂપ લઈ દસ-બાર ઊભો છું
-મેહુલ પટેલ ‘ઈશ
મજાની ગઝલ… વચ્ચેના ત્રણ શેર ઉત્તમ…
urvashi parekh. said,
January 9, 2015 @ 3:21 AM
ખુબજ સરસ. દોડતા અઠવાડીયા વચ્ચે, હુ બની રવીવાર ઉભો છુ. અને કેટલુ મોડુ કરીશ ઇશ્વર? ક્યારનો તય્યાર ઉભો છુ.
Ashok Vavadiya said,
January 9, 2015 @ 3:22 AM
Very Very Nice Ish…
mehul patel said,
January 9, 2015 @ 3:24 AM
આભાર સાહેબ
ધવલ said,
January 9, 2015 @ 9:20 AM
દોડતા અઠવાડિયા વચ્ચે
હું બની રવિવાર ઊભો છું !
– સરસ વાત !
vimala said,
January 9, 2015 @ 1:32 PM
દોડતા અઠવાડિયા વચ્ચે
હું બની રવિવાર ઊભો છું
કેટલું મોડું કરીશ ઈશ્વર ?
ક્યારનો તૈયાર ઊભો છું
જે ગમે તે રૂપમાં ચાહો,
રૂપ લઈ દસ-બાર ઊભો છું
સરસ્…સરસ્….સરસ્ ….
Shah Pravinachandra Kasturchand said,
January 9, 2015 @ 3:10 PM
આપણને આપણી વાતો
અમને મારી કેવી લાતો
ઊંઘમાં ચકચૂર સૂતા’તા
જાગ્યા ખાઈ મધુર લાતો
બહુ જ સરસ રચના જોવા મળી.રણમાં જાણે મીઠા જળની
વીરડી મળી હોય એવું લાગ્યું.
મસ મોટા અભિનંદન્ !
Sudhir Patel said,
January 9, 2015 @ 8:41 PM
સુંદર ગઝલ!
yogesh shukla said,
January 9, 2015 @ 9:37 PM
મારી અંદર ના પ્રવેશો, લ્યા
હું જ મારી બ્હાર ઊભો છું !
કવિ શ્રી ખરેખર મારી દિલ -મન ગાર્ડન, ગાર્ડન થઇ ગયું ,
વારંવાર વાંચવાનું મન થાય છે ,
La Kant Thakkar said,
January 10, 2015 @ 12:12 AM
મેહુલ પટેલ ‘ઈશ’ ,ઉપનામ /તખલ્લુસ સરસ …ગમ્યું !,
“હું જ મારી બ્હાર ઊભો છું ! વિશેષ. “તેજ-તિમિરની સીમા પાર કૈંક ક્ષણોની સફર ,આનંદ.” જેવું…
“ઈશ્વર” ‘ અને ‘ આનંદ ‘માં ફરક શું ? ‘સત’ એનું.’ચિત્ત’ આપણું …પછી જે હોય એ જ “આનંદ”
આપણે તો બસ …ઉભા ઉભા “પ્રતીક્ષા” જ કરવાની છે ….
…અને આ બધા ક્ષણિક મનોભાવો જ છે ! એ પણ સમજણમાં વસે તે જ ….ખરું ને?
“સંવેદના-ધારા શમી, થવાયું સ્થિર-સમથળ,આનંદ,
ખુદને મળ્યા,ખુદાની ખેર થયાનો એહસાસ,આનંદ.
આવજાવ બધી થમી,વિચારભાવો શમ્યા, આનંદ,
સમય સમજણની ધારે સરકે,સમમાં સ્થિર,આનંદ.
“નિસર્ગની નિશ્રામાં અલસ આશાયેશની ક્ષણો,આનંદ,
ઇન્દ્રિયો થૈ સંતૃપ્ત, સંતોષ-સુખની આ ક્ષણો,આનંદ.
દ્વન્દ્વની દ્વિધા મટી,દેહાધ્યાસથી થયા અલિપ્ત,આનંદ,
પ્રાણ-તેજ શક્તિ બની વિલસું, ચોતરફ,મુક્ત આનંદ.” “કંઈક”
-લા’ કાન્ત / ૧૦.૧.૧૫
Harshad said,
January 10, 2015 @ 2:32 PM
ભાઇ મઝા આવી ગઇ!!!