પ્રથમ પ્રણયાનુભૂતિ – રિષભ મહેતા
એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં
ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈં
રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં
હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈં
એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈં
એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં
મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈં
– રિષભ મહેતા
એક નાજુક ગઝલ…….
Akhtar Shaikh said,
February 23, 2014 @ 3:08 AM
WOW…….. its amazing…..
Heart touching…..
like my own feelings…..
Mehul A. Bhatt said,
February 23, 2014 @ 3:52 AM
v.nice…
RASIKBHAI said,
February 23, 2014 @ 9:02 AM
બહુ સુન્દર , સાદા શ્બ્દો અને ઉત્તમ રચાના વધારે કશુ કહેવાય નહિ.
lalit trivedi said,
February 23, 2014 @ 10:38 AM
એટ્લેી નાજુક,,,,,,, વાળૉ શેર બધા શેરોમા નાજુક્તમ…. સુન્દર ગઝલ આભાર
Dhaval Shah said,
February 23, 2014 @ 11:08 AM
વાહ !
P.P.Mankad said,
February 23, 2014 @ 12:21 PM
આવિ સુન્દર કવિતા બિજે ક્યાન યે વાન્ચવા મલ્શે કે કેમ્, તે કેવાય નૈ!
Harshad said,
February 23, 2014 @ 5:18 PM
બહૂત ખૂબ !!!
Hirabhai said,
February 23, 2014 @ 10:35 PM
ખુબ સરસ .
કુણાલ said,
February 24, 2014 @ 2:00 AM
ખુબ સુંદર ગઝલ …
એમની વધુ રચનાઓ માણો એમના બ્લોગ પર – http://rishabhmehta.wordpress.com
.
dinesh modi said,
February 24, 2014 @ 10:48 AM
આ કાવ્ય, તો જાને મારા અને મારેી સદગત પત્નિના પચાસ વરસો પહેલાનેી અનુભુતેીનુ સરસ નિરુપન અનુભવવા મલ્યુ. આભાર.
Maheshchandra Naik (Canada) said,
February 26, 2014 @ 8:15 PM
પ્રેમ વિષે કંઈ કહેવાય નહી સરસ રચના…………………..
lata j hirani said,
February 27, 2014 @ 6:10 AM
અદભુત્… બહોત ખૂબ્…ખૂબ સુન્દર્…..
મન બાગ બાગ થ ઇ ગયુ…