નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જાય છે પંખી ?
જગદીશ વ્યાસ

ગઝલ – મનોજ ખંડેરિયા

ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ,
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ.

ધસમસતું ઘોડાપૂર નીરવતાનું આવતું,
કાંઠાઓથી વિરક્ત થવાની ઘડી છે આ.

આવી ગયો છે સામે શકુનિ સમો સમય,
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ.

થાકી ગયાં હલેસાં, હવે સઢ ચડાવી દો !
પાછા પવન-પરસ્ત થવાની ઘડી છે આ.

હર ચીજ પર કળાય અસર પક્ષઘાતની,
જડવત નગર સમસ્ત થવાની ઘડી છે આ.

લીલાશ જેમ પર્ણથી જુદી પડી જતી,
એમ જ હવે વિભક્ત થવાની ઘડી છે આ.

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે !
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ.

– મનોજ ખંડેરિયા

નખશિખ આસ્વાદ્ય રચના…

12 Comments »

  1. હેમંત પુણેકર said,

    April 4, 2014 @ 1:29 AM

    ખૂબ સુન્દર રચના

  2. Rina said,

    April 4, 2014 @ 1:55 AM

    Ahhaa… awesome

  3. nehal said,

    April 4, 2014 @ 3:13 AM

    Vaah. ….

  4. perpoto said,

    April 4, 2014 @ 3:17 AM

    પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે !
    ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ.

    નાજુક રચના..
    કાશ …અન્તિમ ઘડી… આટલો સમય આપે…

  5. Mehul A. Bhatt said,

    April 4, 2014 @ 3:31 AM

    ખૂબ જ સુંદર

  6. ABDUL GHAFFAR KODVAVI said,

    April 4, 2014 @ 5:38 AM

    નિરાશા ભરેલી ગઝલ
    ——————————-
    થાકીગ્યા હલેસા ,હવે શઢ ચઢાવી દિયો ,

    પાછા પવન પરસ્ત થવાની ઘડી છે છે આજ ;
    ——————————————————
    ઘભ્રાવ નહી મોદી ને કોઈ આવવા નહી દિયે।
    એટલે સવ સારા વાના થઈ જશે। નિરાશા ભરેલી ગઝલ
    ——————————-
    થાકીગ્યા હલેસા ,હવે શઢ ચઢાવી દિયો ,

    પાછા પવન પરસ્ત થવાની ઘડી છે છે આજ ;
    ——————————————————
    ઘભ્રાવ નહી મોદી ને કોઈ આવવા નહી દિયે।
    એટલે સવ સારા વાના થઈ જશે। નિરાશા ભરેલી ગઝલ
    ——————————-
    થાકીગ્યા હલેસા ,હવે શઢ ચઢાવી દિયો ,

    પાછા પવન પરસ્ત થવાની ઘડી છે છે આજ ;
    ——————————————————
    ઘભ્રાવ નહી મોદી ને કોઈ આવવા નહી દિયે।
    એટલે સવ સારા વાના થઈ જશે।

  7. yogesh shukla said,

    April 4, 2014 @ 10:38 AM

    ગઝલ માં તરબોળ થવાની ઘડી છે આ ,
    અતિ સુંદર,,,

  8. G.K. Mandani said,

    April 4, 2014 @ 12:21 PM

    M .K. Jata jata aa gajal aapta gaya!
    May his soul rest in eternal peace.

  9. Dr.j.k.nanavati said,

    April 4, 2014 @ 3:01 PM

    અબ્દુલભાઈ,
    ભાઈ શ્રી મનોજભાઈની અંતકાળ સમય દરમિયાન તેમણૅ લખેલી આ ગઝલ છે તેથી
    થોડા નિરાશાના સૂર નિકળૅ જ એ સ્વાભાવિક હોય….

  10. preetam Lakhlani said,

    April 4, 2014 @ 4:57 PM

    આખી ગઝલ જ લાજવાબ છે……

  11. Harshad said,

    April 5, 2014 @ 8:19 PM

    સુન્દર ગઝલ્!!

  12. Vinod Dave said,

    April 9, 2014 @ 7:54 PM

    લયસ્તરોમા ક્યારેક જ આવતી ઉત્તમ રચનાઓમાની એક. નિરાશા નહિ, સન્યાસ ભાવની નઝરથી જોતા એકે એક કડી સચોટ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment