સ્તબ્ધ વન – જવાહર બક્ષી
સ્તબ્ધ વન, વૃક્ષોય સ્થિર ને પાંદડું એકે ન ડોલે,
બંધ મુઠ્ઠીમાં પવન છે, પણ એ મુઠ્ઠી કોણ ખોલે.
પ્હેલ કરવાની પ્રતીક્ષામાં…. છે વર્ષોના અબોલા,
એક અમથો શબ્દ બસ છે, પણ એ અમથું કોણ બોલે.
એક તો અમથી અધૂરપના અરીસામાં તરસીએ,
ને વળી બુઠ્ઠી અપેક્ષા આપણાં પ્રતિબિંબ છોલે.
આપણું હોવાપણું આકાશ ! એ ક્યાં માપવાનું !
બેઉ બાજુ હોઈએ તો ત્રાજવું પણ શુંય તોલે.
આમ આ ઊભા અડોઅડ, આમ ક્ષિતિજથીય આઘા,
પારદર્શક ભીંત વચ્ચે…. કોણ એનો ભેદ ખોલે.
-જવાહર બક્ષી
[ સૌજન્ય- ડૉ.નેહલ નંદીપ વૈદ્ય ]
અદભૂત ગઝલ !!! એક એક શેર જુઓ !!!!
perpoto said,
February 9, 2014 @ 3:55 AM
પ્હેલ કરવાની પ્રતીક્ષામાં…. છે વર્ષોના અબોલા,
એક અમથો શબ્દ બસ છે, પણ એ અમથું કોણ બોલે.
વાહ ,વાણિજ્યનો વિધાર્થી (અમે કોલેજમાં સાથે હતાં) અને આજનો અખો….
Rina said,
February 9, 2014 @ 7:07 AM
awesome……….
himanshu patel said,
February 9, 2014 @ 10:30 AM
બહુ જ સરસ અને ગંભીર.
Manubhai Raval said,
February 9, 2014 @ 9:23 PM
સ્તબ્ધ વન, વૃક્ષોય સ્થિર ને પાંદડું એકેય ન ડોલે,
બંધ મુઠ્ઠીમાં પવન છે, પણ એ મુઠ્ઠી કોણ ખોલે.
પ્હેલ કરવાની પ્રતીક્ષામાં…. છે વર્ષોના અબોલા,
એક અમથો શબ્દ બસ છે, પણ એ અમથું કોણ બોલે.
અનુભવ ની વાત લખી ખુબ સરસ
Harshad said,
February 11, 2014 @ 9:00 PM
Awesome gazal. Bhai kevu pade………!!
B M PARMAR said,
February 11, 2014 @ 11:39 PM
બહુ અદભુત ગઝલ છે
ช่างกุญแจชลบุรี said,
January 8, 2016 @ 4:10 AM
Superb website you have here but I was wondering if you knew of any discussion boards
that cover the same topics talked about here? I’d really like to be a part of group where I can get comments from other
experienced people that share the same interest.
If you have any suggestions, please let me know. Thank you!
Jigar said,
March 2, 2016 @ 12:41 PM
wonderful !!