કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

અંગૂરી સાંજ — પારુલ ખખ્ખર

વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..
ઘાંઘી થઈ ધબકારા ઝાલું ન ઝાલું ત્યાં છૂટ્યા ધબ્બાક દઈ અરર..

કેસૂડો ડંખ્યાની વેળાને પોંખુ કે પોંખુ આ અધકચરું ભાન !
ઓગળતા ઓગળતા એક થયા એવા કે રંગાયો કેસરિયો વાન.

દોમદોમ રસભીના એકાંતે ચીર્યો છે જર્જર સન્નાટાને ચરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

રાંધણિયે આવીને બેઠું પતંગિયુ ને ચૂલો તો મઘમઘતો બાગ !
કોણે પેટાવી ને કોણે ચગાવી આ રોમરોમ રણઝણતી આગ ?

એવી કોમળતાથી નસનસને ઠારી કે જાણે હો પીંછાનુ સરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

જેને અઢેલીને ખીલ્યા એ ભીંતોને ફૂટી છે મ્હેંક મ્હેંક વેલ,
બિંબોમાં ઝિલાયો ગહેકંતો મોરલો ને ઝિલાણી થનગનતી ઢેલ

અંગૂરી એક સાંજ આવી છે જીવતરમાં એને લે ઝોળીમાં ભરર..
વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

— પારુલ ખખ્ખર

કેવું મજાનું ગીત ! સદભાગ્ય છે કે હજી આપણા અહેસાસોને આવા વાસંતી વાયરા અડતા રહે છે ને આપણા શ્વાસોનાં ટોળાં ઊડતાં રહે છે… શ્વાસોને ઊડી જતાં જોઈ ઘાંઘાં થઈ જવાય છે ને ધબકારાઓને ઝાલીએ, ન ઝાલીએ તેવામાં તો ફુર્ર કરતાંકને છટકી જાય છે…

પતંગિયું રાંધણિયે આવી બેસે ને ચૂલો આખો મઘમઘતો બાગ થઈ જાય એવું મજાનું કલ્પન તો કોઈ સ્ત્રી જ કરી શકે… વાહ કવયિત્રી…

10 Comments »

  1. Rina said,

    February 22, 2014 @ 1:12 AM

    Beautiful. …..

  2. DINESH said,

    February 22, 2014 @ 6:35 AM

    અંગૂરી એક સાંજ આવી છે જીવતરમાં એને લે ઝોળીમાં ભરર..
    વાસંતી વાયરા એ મારી જ્યાં ફૂંક ત્યાં તો શ્વાસોના ધણ ઊડ્યા ફરર..

  3. Maheshchandra Naik (Canada) said,

    February 22, 2014 @ 7:36 PM

    વાસંતી વાયરાની મન ભાવન્ રજુઆત કરતુ ગીત્,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  4. Nirav said,

    February 22, 2014 @ 11:07 PM

    શ્વાસોના ધણ . . .

    અદભુત . . અત્યંત અદભુત !

  5. Parul Khakhar said,

    February 23, 2014 @ 10:45 AM

    ખુબ ખુબ આભાર મિત્રો…

  6. ketan motla " raghuvanshi" said,

    March 6, 2014 @ 12:57 AM

    બંધાણી ….

    ગીત ગઝલનો બંધાણી …
    હું ગીત ગઝલનો બંધાણી ,
    સાંજ ઢળે ને શબદ શબદને
    લે’તો માણી માણી …. ૦ ગીત ગઝલનો બંધાણી …

    ગીતો ,ગઝલો ,શેર- શાયરી ,
    માણું રોજ કવિતા.,
    પાને પાનું ભીંજવી નાખે ,
    જાણે વહે સરિતા .
    પંક્તિઓમાં પ્રાસ મળે તો ,
    થા’તો પાણી પાણી ….. ૦ ગીત ગઝલનો બંધાણી …

    શબ્દ સમૂળા સ્પર્શ કરે ,
    અર્થો આપે આલિંગન ,
    રોમરોમ નાચી ઉઠું ,
    મહેકે છે મારું તનમન .
    નરસૈયાનું કીર્તન ગાઉ ,
    ગાઉ કબીર વાણી …….૦ ગીત ગઝલનો બંધાણી …

    ૦ કેતન મોટલા “રઘુવંશી ”

  7. Dhaval B. Shah said,

    March 26, 2014 @ 6:17 AM

    Amazing!!

  8. Laxmikant Thakkar said,

    March 29, 2014 @ 6:02 AM

    “અંગૂરી સાંજ” — શીર્શક જ ;ઇંડિકેટર …અંદરના વસ્તુ વિશે….
    પતંગિયું રાંધણિયે આવી બેસે ને ચૂલો આખો મઘમઘતો બાગ થઈ જાય એવું મજાનું કલ્પન તો કોઈ સ્ત્રી જ કરી શકે… વાહ કવયિત્રી…
    સાવ સાચી વાત ….

    ” સદાય ગતિમાન એક વહન, ભીતરનું આકાશ , કશાકનો સ્પર્શ.
    કશીક આવન-જાવન કઈંક આપ-લે,ચન્દરની અસર સમંદર પર. ” જેવું કૈક !

    કવિ તો કલ્પનાના ‘જીવંત’ રંગો પૂરીજ લે છે,-
    કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
    શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ

    સર્જનાત્મકતા…જીવન…અસ્તિત્વ… ને,મૂલત: આ સર્જન, સંચાલન, વિસર્જનની (પ્રકટ=વ્યક્ત થવાનું ચાલતું રહે તે અર્થે, સૂર્ય-પૌરૂષ (પુરુષ, નર, પ્રાણી જીવ જે પ્રતીક ગણીએ) અને પૃથ્વી-ધરતી -ધરિત્રી-ધારણ-વહનકરનાર(પોષણની જવાબદારીઓનિભાવનાર) સ્ત્રૈણ-માદાતત્વ–(માતૃત્વધારક) જે અન્ય સાયોન્ગિકતત્વો, -જળ, અગ્નિ,આકાશના સંયોજન-સહાય દ્વારાઆશક્ય બનાવે છે. આમ જ સર્વ જીવો,વનસ્પતિ,સમગ્ર અસ્તિત્વ (હયાતી ) જીવન પમર્યા કરે છે.એક મનોહારી સુગંધની જેમ, જેને હવાની જેમ,માત્ર ત્વચા-સ્પર્શ સાથેના આનંદ-આહ્ લાદની જેમ, માત્ર..,માત્ર મહેસૂસ કરી શકાય છે….!
    -લા’કાંત / ૨૯.૩.૧૪

  9. Parul Khakhar said,

    April 13, 2014 @ 1:16 PM

    આભાર્..મિત્રો…

  10. CHENAM SHUKLA said,

    September 17, 2015 @ 8:43 AM

    વાહ ..અતિસુંદર ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment