ગઝલ – રઈશ મનીઆર
સગપણ વગર, સંબંધના વિવરણ વગર મળી
સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.
લોકોની આંખમાં મને દેખાયો બસ, અભાવ…
મારી છબી, જુઓ, મને દર્પણ વગર મળી.
અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ
આ વેદના અપાર જે કારણ વગર મળી.
દુલ્હન મળે અપ્રિય પતિને, હા, જે રીતે…
આ જિંદગી મનેય સમર્પણ વગર મળી.
સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.
અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી.
– રઈશ મનીઆર
અભાવ અને પીડાની કેવી દર્દદાયક છબી ! આ ગઝલ છે કે વેદનાનો સાક્ષાત્કાર ! લોકોની આંખોમાં પ્રતિબિંબાતા અભાવમાં કવિ પોતાની જાતને જુએ છે એ લાગણી જ કેટલી પીડાદાયક છે !
બધા જ શેર તકલીફ-પીડા-દુઃખના નાનાવિધ આયામ રચી આપે છે… હા, એક શેર છે ખુશીનો… પણ એ શેર પણ ખરેખર ખુશીનો છે કે અહીં પણ હંમેશા મથામણોને અંતે જ મળતી ખુશીઓના ઉલ્લેખની પાછળ દર્દનો જ ગર્ભિત ઇશારો છે !?
narendrasinh said,
February 7, 2014 @ 3:34 AM
અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી. ઘણુ સત્ય કહિ દેીધુ થોડા મા સુન્દર્
jyoti parekh said,
February 7, 2014 @ 4:54 AM
સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.
અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી.
Harshad said,
February 7, 2014 @ 8:26 PM
Vivekbhai on this I am not able to say anything. Actually I am speechless.
unknowingly kavi Shree Maniar has expressed many people’s feeling.
I can feel the condition of Kavishree , when and how he created this
Gazal. My salute and thanks to you to bring this to us.
Laxmikant Thakkar said,
March 5, 2014 @ 4:17 AM
“સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ / નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.”
ના, ના આવું ય ક્યારેક થતું જ હોય છે.
” આ જિંદગી મનેય સમર્પણ વગર મળી.” આ જિંદગી મળવાનું કારણ પણ ક્યાં ખબર છે?