ગઝલ – ડૉ.કેતન કારિયા
ભળ્યાં આંસુ જળમાં; ખબર ક્યાં પડી છે !
ઘણીવાર નહિ તો, નદીઓ રડી છે !
અમે જિંદગીને મળી તેમ જીવ્યા,
તમે જીવવા યોજનાઓ ઘડી છે !
હું સન્માન લેવા ચડ્યો લાકડીથી,
તમે પીઠ મારી હવે થાબડી છે !
પછી આવજે મોત, હું છું નશામાં !
હવે જિંદગી આ બરોબર ચડી છે !
પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.
– ડૉ.કેતન કારિયા
કયા શેરને વધુ વખાણવો અને કયાને ઓછો એ સમસ્યા થઈ પડી છે મારે તો… છે તમારી પાસે કોઈ ઉકેલ?!
AMIN said,
January 11, 2014 @ 1:10 AM
સ્રર સ્
Rina said,
January 11, 2014 @ 1:42 AM
Waaahhhh. …….
Chintan said,
January 11, 2014 @ 3:49 AM
ખુબ સરસ…
સુનીલ શાહ said,
January 11, 2014 @ 6:36 AM
સરળ અને સચોટ.
perpoto said,
January 11, 2014 @ 10:13 AM
કવિ ને પાછા ડોક્ટર,ઇશ્વર આથી વધુ શું આપી શકવાનો છે….
પણ આ તો માણસ છે,ઇશ્વરના વરદાનની ફોર્મ્યુલા યે શોધવાનો..
Devika Dhruva said,
January 11, 2014 @ 12:04 PM
એક એક શેર ચોટદાર
Harshad said,
January 11, 2014 @ 3:11 PM
Bhai ‘Bahut Khub!! Bahut Khub!!’ Salute to Dr. Ketan.
sudhir patel said,
January 11, 2014 @ 6:51 PM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Kalpesh Ruparelia said,
January 11, 2014 @ 9:23 PM
ક્યા બાત હૈ
Chandresh Thakore said,
January 11, 2014 @ 9:56 PM
મારે જો એક જ શેર પસંદ કરવાનો હોય તોઃ
પછી આવજે મોત, હું છું નશામાં !
હવે જિંદગી આ બરોબર ચડી છે !
માર અંગત દ્રુષ્ટિબિન્દુનું પુનરાવર્તન મને સમ્ભળાય છે, એટલે હશે? … રચના ઘણી જ ગમી …
jaykumar dalal said,
January 12, 2014 @ 11:52 AM
jindagi barobar chadi jaay pachhi ishwarne tathastu kaheva sivay koi rastoj nathi–khub sunder
dr.ketan karia said,
January 13, 2014 @ 3:30 AM
સૌ મિત્રોનો ખૂબ-ખૂબ આભાર, ખાસ કરીને વિવેકભાઈનો. લયસ્તરોમાં આ સાથે બે ગઝલ થઇ, તેનો આનંદ…
ari krishna said,
January 13, 2014 @ 10:41 PM
Na vivekbhai kharekhar ukel nathi jadto…. ketanbhai ne aatli saras rachna krva badal ane tmane aa post ahi mukva badal abhar sah abhinandan…
chandresh said,
January 14, 2014 @ 3:45 AM
સરસ ગઝલ
La' Kant said,
January 17, 2014 @ 5:14 AM
“હું સન્માન લેવા ચડ્યો લાકડીથી, // તમે પીઠ મારી હવે થાબડી છે !”
આવા મનોભાવો “સન્માન ની ખેવના રાખનાર “ઘણા લોકોની ઝંખના …. હોઇ શકે !
અને એ આપવામાં અન્યો મોડું કરતા હોય છે . એવી મનોછાપ ઘણા ભીતર સંઘરી
બેઠા હોય છે ….. અને એમાં ય કુદરતનો ક્રમ પણ સહજ કામ કરે જ છે !
” હું છું નશામાં !”—–… નશો “જીવન નો”???
“પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.” — ઈશ્વરને તક આપનાર કર્તાની ખુમારી કાબિલ-એ-દાદ છે .
આભાર કેતનભાઇ
-લા’કાંત / ૧૭-૧-૧૪
Jenil Shah said,
January 23, 2014 @ 11:59 PM
ખુબ જ સરસ….!!!
Anil Chavda said,
January 25, 2014 @ 9:27 AM
સરસ ગઝલ છે.
અશોક જાની 'આનંદ' said,
March 3, 2014 @ 11:57 PM
સાંગોપાંગ સુંદર ગઝલ..!! જો કે મને ગઝલનો આ છેલ્લો શે’ર વધારે ગમ્યો… પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.
dr.ketan karia said,
March 7, 2014 @ 12:40 AM
પ્રતિભાવોથી પોરસાઇને જ કવિ વધુ ને વધ સચોટ કામ કરવા પ્રેરાતો હોય છે, સૌનો સાગમટે આભાર.
Devangi said,
January 13, 2018 @ 3:18 AM
ખુબજ સરસ…શું વાત છે.
