કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
હિમલ પંડ્યા ‘પાર્થ’

મારા રંગે – હિતેન આનંદપરા

આવ, તને હુ રંગી નાખું મારા રંગે

લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે

કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી

ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !

-હિતેન આનંદપરા

5 Comments »

  1. Chandresh Thakore said,

    November 11, 2013 @ 10:19 AM

    સરસ, હિતેન. “ને વાત જુદી કંઈ ભીંજાવાની તારી સંગે”માં છલકાતી તરબતર લાગણી તો પ્રેમપૂરમાં તાણી જાય એવી પ્રબળ છે …

  2. વિવેક said,

    November 12, 2013 @ 1:35 AM

    સુંદર મજાનું ગીત….
    મજા આવી, હિતેનભાઈ…

  3. ravindra Sankalia said,

    November 13, 2013 @ 6:11 AM

    સરસ ગીત.ને વાત જુદિ કઇ ભીન્જાવાની સન્ગે આવ તને હુ રન્ગી દઔ મારા રન્ગે પન્ક્તિ બહુ ગમી.

  4. nilesh rana said,

    November 14, 2013 @ 9:39 PM

    સુન્દર ભાવસભર ગીત,
    નીલેશ રાણા

  5. Anant Shah said,

    December 3, 2013 @ 5:05 PM

    સરસ કવિતા, વારમ્વાર વાચવેી ગમે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment