સમસ્યા કશી નથી – રઈશ મનીઆર
આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી.
ખુલ્લાં પડ્યાં છે દ્વાર સમસ્યા કશી નથી.
કાણા છે હાથ મારા, કરી દે ક્ષમા મને,
બાકી હે આપનાર સમસ્યા કશી નથી.
પથ્થર સમો આ ચહેરો જરા ઘાટ પામશે,
આંસુ છે ધારદાર સમસ્યા કશી નથી.
આશા છે એકની અને આદત બીજાની છે,
હા હોય કે નકાર સમસ્યા કશી નથી.
ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે,
યજમાન છે ફરાર સમસ્યા કશી નથી.
ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર,
બાકી બચી સવાર સમસ્યા કશી નથી.
વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો,
આશા છે તારતાર સમસ્યા કશી નથી.
મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો,
ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી.
-રઈશ મનીઆર
Rina said,
November 3, 2013 @ 12:38 AM
મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો,
ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી.
Waaahh
Happy Diwali to Layastaro and its awesome foursome……
Manubhai Raval said,
November 3, 2013 @ 5:19 AM
ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર,
બાકી બચી સવાર સમસ્યા કશી નથી.
વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો,
આશા છે તારતાર સમસ્યા કશી નથી.
બહુજ સરસ અન્દાજ થી રજુઆત. અસરકારક વાત કરી
ravindra Sankalia said,
November 3, 2013 @ 5:25 AM
ચુથી ગયા છે રાતને કેટ્લા વિચાર બાકી રહી છે સવાર સમસય કશી નથી એપન્ક્તિ બહુ ગમી. હા હોય કે નકાર તેને બદલે હા હોય કે ના વધુ સારુ લાગતે.
Sangita dave said,
November 3, 2013 @ 8:49 AM
Afalatun! Koi j samasya have samasya nathi kagati! Kalajane samasyani aadat padi gai 6 ane sathe sathe ruju raday haju 6 jene dukh that 6
perpoto said,
November 3, 2013 @ 9:56 AM
સમસ્યા જ સમસ્યા છે…અને નથી કહી જીવન વટાવ્યું…
સુંદર વિચાર,અતિસુંદર કવિતા…
ચલચિત્ર શું
નિહાળે ગયો
લ્યો પુરું થયું ;સત્ર
Chandresh Thakore said,
November 3, 2013 @ 10:36 AM
સરસ, રઈશભાઈ. … “ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે, યજમાન છે ફરાર સમસ્યા કશી નથી.” એ શેર સવિશેષ ગમ્યો. ઈશ્વરમાં પૂરેપૂરી શ્રધ્ધા ધરાવનાર પણ ક્યારેક, ઈશ્વરને શોધતો, માથું ખંજવાળતો જ હોય છે. …
ગુસ્તાખી માફ્, પણ્ તમારા વિચારોને જરા આગળ દોડાવાનું મન થયું ઃ
ગળે પડ્યા સોસ ને તરસ છીપતી નથી
જોઉં ઝાંઝવા ચારે તરફ સમસ્યા કશી નથી …
Pratibha said,
November 3, 2013 @ 12:49 PM
વાહ ચન્દ્રેશ્ભૈ!
Harshad Mistry said,
November 3, 2013 @ 8:22 PM
ખુબ જ સુન્દેર્! ગમ્યુ.
Maheshchandra Naik (Canada) said,
November 4, 2013 @ 7:46 PM
સરસ ગઝલ, બધા જ શેર મનભાવન, આનદ આનદ થઈ ગયો, શ્રી રઈશભાઈને અમારા અભિનદન અને આપનો આભાર
P. P. M A N K A D said,
November 4, 2013 @ 11:52 PM
May God give you long and healthy life in order that we may continue to get very meaningful poems like one above, from time to time. You are not only ‘Raish’ Maniar, you are [dil ma] ‘Rahish’ Maniar !
kanchankumari parmar said,
November 7, 2013 @ 10:49 AM
ઘેરિ રહિ છે સમસ્યા ચારે કોર….તોય કહો તમે સમસ્યા કશિ નથિ…..