હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર

અબોલા – પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

– પ્રહલાદ પારેખ

જૂનાં નવનીત સમર્પણ ઉથલાવતાં આ મજાનું ગીત હાથે લાગી આવ્યું…….

6 Comments »

  1. વિવેક said,

    October 20, 2013 @ 1:15 AM

    વાહ… હોઠથી શરૂ થઈ અંતર સુધી વહેતી મજાની ગતિ !

  2. Sangita dave said,

    October 20, 2013 @ 4:30 AM

    Akdam sachot abhivyakti! Priypatra jode risamana that tyarni manshito

  3. ravindra Sankalia said,

    October 20, 2013 @ 10:32 AM

    ઘણે વખતે પ્રલ્હાદ પારેખની કવિતા વાચવા મળી તેથી બહુ આનન્દ થયો.મારા મતે એ ગુજરાતના ટાગોર છ પોતાનુ પ્રિય પાત્રને કેવી રીતે રીઝવવુ તેની મુઝવણ સરસ રીતે વ્યક્ત થઈ છે.

  4. અબોલા – પ્રહલાદ પારેખ | વિજયનું ચિંતન જગત- said,

    October 20, 2013 @ 10:39 AM

    […] https://layastaro.com/?p=10708 […]

  5. Harshad said,

    October 22, 2013 @ 9:14 PM

    ખુબ સરસ્!!

  6. Laxmikant Thakkar said,

    October 28, 2013 @ 12:51 AM

    અંતરવ્હેણ,…એની સામે કોઇનું કૈં ચાલે છે ખરું ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment