– સુરેશ દલાલ
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.
-સુરેશ દલાલ
આ નાનકડા અછાંદસને કવિએ કોઈ શીર્ષક આપ્યું નથી. પણ કવિતા વાંચતા જ સમજાય છે કે અહીં કવિતાના ઘરમાં પ્રવેશવા માટે શીર્ષક નામના દરવાજાની જરૂર છે જ નહીં કેમકે આખું મકાન જ દીવાલો, છત વિનાનું સાવ ખુલ્લું અ-સીમ છે. બે માણસો ક્યરેક આખી જિંદગી સાથે રહેવા છતાં પણ એકમેકને કદી ઓળખી શક્તાં નથી. એક માણસનો રસનો વિષય બીજા માટે સ-રસ બનતો નથી. આવાં કજોડાંઓ આપણે ત્યાં ચોરે ને ચુટે જોવા મળે છે. કવિ કેટલી સાહજિકતાથી આ કોયડો સમજાવી દે છે…! તમિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ કે અન્ય કોઈપણ અપરિચિત ભાષામાં લખેલું કોઈ લખાણ આપણે જોઈએ ત્યારે આપણી જાણકારીના અભાવે એ આપણા માટે એક ડિઝાઈનથી વધુ શું હોય છે ? આપણી આંખો અભણ નથી, પણ આપણી આંખો એ ભણી પણ નથી…
shaileshpandya BHINASH said,
March 8, 2008 @ 4:28 AM
good……….
pragnaju said,
March 8, 2008 @ 10:13 AM
સરસ અઅછાંદસ
આ
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.
વાહ
ઊર્મિ said,
March 9, 2008 @ 12:02 AM
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે…
બહુ મજાની વાત કરી… સુંદર કાવ્ય!
Pinki said,
March 9, 2008 @ 1:11 AM
આજે દરેક ક્ષેત્રમાં Designing નું ભૂત ધૂણે છે ,
ત્યારે સુરેશદાદાએ ‘ડિઝાઈન ઑફ ડેસ્ટીની’ની વાત છેડીને
સમકાલીન અને વેદકાલીન બન્ને વાતોને સુપેરે સાંકળી લીધી .
ધવલ said,
March 9, 2008 @ 11:36 PM
ઘણા વખત પરનું આ કાવ્ય યાદ આવી ગયું. (?કવિ) એ સ્મરણના આધારે ટાંકુ છું :
હું તને સમજાઉં એ જરૂરી નથી,
તું મને ઓળખે એ પણ જરૂરી નથી.
તારાઓ જ્યારે
એમનું કામ કરતા હશે
ત્યારે આપણા ટેરવા
એમનું કામ કરી લેશે.
ટેરવાઓના મંથનમાંથી જે મણી નીકળશે
એના પર
આ એક જીંદગી તો મઝાની જતી રહેશે.
Sarju Solanki said,
October 16, 2010 @ 7:57 AM
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
આ જ લાગણિ છે આ હ્ર્દય મા….સરસ કાવ્ય…
malvikasolanki said,
February 27, 2013 @ 8:13 AM
ખુબ સરસ
બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની છે | "બેઠક"-શ said,
May 2, 2016 @ 11:34 PM
[…] – સુરેશ દલાલ […]