ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે,
તે છતાં લખતા રહો,
શકય છે આ માર્ગ પર,
આગળ જતાં ઇશ્વર મળે.
હિતેન આનંદપરા

હાઈકુ – મુરલી ઠાકુર

મોરપિચ્છમાં
રંગ ભર્યા છે : વચ્ચે
કોની આંખ ?

– મુરલી ઠાકુર

સત્તર અક્ષરમાં કેવી મજાની વાત ? રંગ અને આંખ – આ બે શબ્દ અહીં જે અનુભૂતિ ઊભી કરી શક્યા છે એ સાચે જ શબ્દાતીત છે… વળી આમ જુઓ તો સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનું હાઈકુ અને આમ જુઓ તો નખશિખ માત્રામેળ છંદમાં…

6 Comments »

  1. ravindra Sankalia said,

    November 2, 2013 @ 7:25 AM

    રન્ગ અને આન્ખ શુ અનુભુતી ઉભી કરી શક્યા છે તે ખાસ સમજ નહી પડી.

  2. perpoto said,

    November 2, 2013 @ 9:48 AM

    આ તો ૧૬ અક્ષર છે….

  3. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    November 2, 2013 @ 10:38 AM

    આમ તો આવી ગણત્રી ન કરવી જોઈએ, છતાં ગણાવી દઊં તો …. મોરપિચ્છ = સાડા ચાર અક્ષર +માં એટલે થયાં સાડા પાંચ +રંગ ભર્યાં છે સાડા પાંચ = અગીયાર + વચ્ચે અઢી અક્ષર એતલે થાય સાડા તેર + કોની આંખ ? સાડા સત્તર અક્ષર થાય ! ચાલો ગણત્રી પૂરી હવે આ સાડા સત્તર અક્ષર માં રહેલ જાદુ ને ઓળખી ને અદ્ ભૂત અનુભુતી નો અનુભવ કરીએ તો છેલ્લે આવેલ પશ્નાર્થ ચિન્હ ને ભૂલી જાઓ અને ! આશ્ચર્ય ચિન્હ મૂકી દો પછી ” અખિલ બ્રમ્હાન્ડ માં એક તું શ્રી હરી , જુજવે રુપ તું દીસે જેવો ચમત્કાર થશે!
    મોરપિચ્છમાં
    રંગ ભર્યા છે : વચ્ચે
    કોની આંખ ?
    રાધા કહો કે ધારા, રાધા કહો કે શ્યામ બંન્ને સતત વિરહ અને મિલન નાં પ્રતિક અને પ્રતિનીધી રહ્યા છે અને ક્યારેક ખૂલા વગડામાં મોર ને કળા કરી, ગહેકતાં સાંભળો તો ….. તે અનુભવવાની બાબત છે… શબ્દો થી સિમીત વ્યાખ્યા થઈ શકવાનો ભય છે… શું તે મોર નો તે આનંદ નો થનગનાટ છે? કે એક વિરહ માં તડપતા જીવ નો તલસાટ છે ? વિચાર -સંશય- નો પ્રશ્ન છે!ઘણી બાબત આપણી સમજ બહારની બનતી હોય છે, આપણે તો આપણી સમજ અને મનઃ સ્થિતી પ્રમાણે અર્થ કાઢવાનો રહે!

  4. Sangita dave said,

    November 2, 2013 @ 11:10 PM

    ાBahu j saras

  5. preetam Lakhlani said,

    November 3, 2013 @ 12:50 PM

    સુરેશ દલાલે જેમને મુત્યુના મઝ્નુ કહેયા છે તે મુરલીભાઇ
    તો ખરેખર હાયકુના મઝ્નુ હતા, તેમના જેવા સુંદરભાગ્યે જ કોઇ કવીએ લખ્યા હશે!

  6. Harshad Mistry said,

    November 3, 2013 @ 1:41 PM

    Sunder, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment