વિદાય ટાણે – મકરંદ દવે
ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.
તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !
– મકરંદ દવે
ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.
વિવેક said,
September 24, 2013 @ 1:20 AM
સુંદર મજાનું સૉનેટ… તારાઓની ગતિ એક સંગીત સર્જે છે એવી જૂની ગ્રીક માન્યતા કવિએ અહીં સરસ વણી લીધી છે… આ માન્યતાનો ઉલ્લેખ શેક્સપિઅરે પણ ‘ધ મર્ચન્ટ ઑફ વેનિસ’ નાટકમાં કર્યો છે.
કમળની જેમ ઊઘડતું સોનેટ | Girishparikh's Blog said,
September 26, 2013 @ 8:11 PM
[…] “વિદાય ટાણે” સોનેટની લીકઃ https://layastaro.com/?p=10551 . Like this:Like […]
તારલાઓનું સંગીત ! | Girishparikh's Blog said,
September 27, 2013 @ 9:14 PM
[…] ટાણે” સોનેટની લીંકઃ https://layastaro.com/?p=10551 […]