પ્રેમ – હરીન્દ્ર દવે
‘ પ્રેમ મુજ તુજ પરે – ‘
કંઈ અનાદિ સમયથી
ઘણા રૂપમાં
મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
અને આજ પણ
હર પળે
ગુંજતો એ જ શબ્દધ્વનિ :
‘ પ્રેમ મુજ તુજ પરે .’
પણ કદી આટલા કાળમાં
તું પિછાણી શકી
મર્મ એ વાક્યનો ?
મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
ધૂંધળા ધૂંધળા આવરણથી
ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.
પ્રેમ મુજ
એ મનેય અગોચર કોઈ લાગણી,
જેની તંત્રી પરે
એક મોહક છતાં જેની સ્વરલિપિ છે
શોધવાની હજી,
એ બજે રાગિણી.
હું અનાદિથી એના રહસ્યો મથું જાણવા;
એટલે વિવિધ રૂપે રહું જન્મતો;
તુંય કાં તો મને
એ જ કારણે મળતી રહી હર સમે.
-હરીન્દ્ર દવે
‘ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું………
વિવેક said,
September 22, 2013 @ 3:17 AM
પ્રથમ દૃષ્ટિએ અછાંદસ લાગતું આ મજાનું કાવ્ય પરંપરિત ઝુલણા છંદ – ગાલગા- ની ચાલમાં ચાલે છે…
Upendraroy said,
September 22, 2013 @ 3:25 AM
Prem Nu Tippaniyu Su Tipavu
Teno Maram
Ek Jane Meera ane Bijo Narsaiyo !!!
Harsha said,
September 22, 2013 @ 11:26 AM
“પ્રેમ છે”, એમ કહેવા ની જરૂર ત્યાં નથી હોતી જ્યાં હ્રદયમાં તે ભરપુર હોય છે.કવિ શ્રીએ કેટલી ઋજુતા થી આ વાત જણાવી છે.
Harshad Mistry said,
September 22, 2013 @ 2:41 PM
સુન્દર્, ખુબ જ ગમ્યુ.
Darshana bhatt said,
September 23, 2013 @ 5:04 PM
ગુજરાતી સાહિત્ય જગતે હરિન્દ્ર દવેને ” પ્રેમના કવિ ” થી અમસતા નવાજ્યા હશે !!
મજાની રચના.