હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

એકલું પડવું પડે – નીતિન વડગામા

જાતને મળવા તમારે એકલું પડવું પડે,
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.

સાબદા હો કાન કેવળ એટલું પુરતું નથી,
સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે.

સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે.

ગાઢ જંગલમાં બધાં સાથે મળી મૂકી જશે,
બ્હાર નીકળવા તમારે એકલું પડવું પડે.

કોઇને ટેકે પ્રભાતી પ્હોર થઈ ઊગી શકો,
સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે.

– નીતિન વડગામા

આજે ભીડની વચ્ચે આમ જોઈએ તો માણસ સાવ એકલો પડી ગયો છે પણ શું એ સાચે જ એકલો પડી શકે છે ખરો? એકલતા અને એકાંત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કવિ આ ગઝલમાં સરસ રીતે ખોલી આપે છે.

4 Comments »

  1. perpoto said,

    November 22, 2013 @ 8:30 AM

    કવિશ્રી- એકલા પડવું …એ કોઇ ક્રિયા નથી,એ સહજ અવસ્થા છે,અન્યથા એ પણ મગજકુસ્તિથી
    વધુ કઇં નથી….

  2. Chandresh Thakore said,

    November 22, 2013 @ 9:51 AM

    વાહ, નીતિનભાઈ ઃ
    સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે,
    સ્હેજ ખળભળવા તમારે એકલું પડવું પડે …
    દામ્પત્ય જીવનમાં સુખની સૌથી અસરકારક ચાવીને તમે અદ્ભુત શબ્દ્-સ્વરુપ આપી દીધું!!

  3. Harshad Mistry said,

    November 23, 2013 @ 9:20 PM

    Like it.

  4. naresh said,

    November 24, 2013 @ 1:40 PM

    ક્યા બાત્…. નીગમ ઉપાધ્યાયના અવાજમા આ રચના સાંભડી ખુબ સુંદર… સ્વરાંકન :- ભરત પટેલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment