નાખી છે – મરીઝ
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
– મરીઝ
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
– મરીઝ
RSS feed for comments on this post · TrackBack URI
pragnaju said,
January 31, 2008 @ 10:37 AM
મરહુમ અબ્બાસ અબ્દુલઅલી વાસી-મરીઝ તો ગાિલબ કક્ષાના,તેમનું સુંદર મુક્તક માણ્યું.
સાચે જ તેઓને સમજવાનું કેટલાનું ગજું?તેઓ મારા સમયમાં મારા પ્રદેશમાં જીવ્યા.
તેમની એક એક ગઝલ-એક ઝિન્દગી શાયરકી,અશઆર મેઁ ઢલ જાએ.
તેઓની આ પંક્તીઓ તો અવાર નવાર વાપરું છું-
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘ મરીઝ ’,
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.”