જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?
મનહરલાલ ચોક્સી

અંગો કવિતાનાં – ભરત વિંઝુડા

કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.

એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.

સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.

એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.

હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !

– ભરત વિંઝુડા

આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે  – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.

હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.

ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.

10 Comments »

  1. suresh makwana said,

    August 29, 2013 @ 2:36 AM

    સરસ રચના…ગમી….

  2. Rina said,

    August 29, 2013 @ 2:39 AM

    Waaaah

  3. kartika desai said,

    August 29, 2013 @ 3:03 AM

    જય શ્રેી ક્રિશ્ન્,આપનો દિવસ શુભ મન્ગલ હો.વાહ…મઝા આવિ ગઈ!!

  4. Manubhai Raval said,

    August 29, 2013 @ 3:24 AM

    લાજવાબ કલ્પના

  5. sudhir patel said,

    August 29, 2013 @ 10:10 AM

    ખૂબ સુંદર ગઝલ અને આસ્વાદ!
    સુધીર પટેલ.

  6. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    August 29, 2013 @ 2:52 PM

    ગઝલની ખૂબી કહો કે રીત કહો ગાતી વખતે તો અચૂક રીપીટ કરવાની હોય છે,પણ.. લય સ્તરે એવી ટેવ પાડી છે કે પહેલાં – (રચના કોઈ પણ હોય ) પઠન પછી સૌનું ( કૉમેન્ટ કહેવાનું ટાળું છું) મૂલ્યાંકન , અને એ પછી ફરી વાંચતાજ ખરો સ્વાદ એ પણ ઘૂટાઈને ઘટ્ટ થયેલ, માણવાની મજા કંઈક ઔર છે !

  7. perpoto said,

    August 29, 2013 @ 11:22 PM

    એક ધરતીકંપ મારા પર થયો પાછો….
    કેટલા ખમતીધર હશે કવિ…..સીતા તો ધરતીમાં સમાય ગયાં
    છતાં રામ હાર્યા નહી,સ્મિતા…રીટા….

  8. વિવેક said,

    August 30, 2013 @ 1:29 AM

    @ ભૂપેન્દ્ર ગૌદાણા:

    સત્યવચન…
    આભાર !

  9. Harshad Mistry said,

    August 31, 2013 @ 11:05 AM

    This is really heart touching creation. Like it very much.
    Bahutkhub Bharatbhai!!!

  10. heta said,

    September 6, 2013 @ 11:49 AM

    વાહ…..
    એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
    આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment