થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
વિવેક મનહર ટેલર

એક ઘડી હું તારી રે – પુનશી શાહ ‘રંજનમ’

સાઠ ઘડી હું ગોપાલકની
         એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
           એક ઘડી હું તારી,

સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,

માધવ ગિરિધર
       લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
         એક ઘડી હું તારી રે ! 

– પુનશી શાહ ‘રંજનમ’

મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા

1 Comment »

  1. pragnaju said,

    January 23, 2008 @ 11:26 AM

    સુંદર ગોપીગીત
    હેમાઆિશત જેવા ભક્િતસંગીત ગાયકો પાસે
    ગવડાવી એમપી૩ પર સંભળાવવા િવનંિત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment