હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

(કાવ્ય) – રાજેશ પંડ્યા

પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.

પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.

જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.

ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.

અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.

– રાજેશ પંડ્યા

ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!

7 Comments »

  1. narendrasinh said,

    August 1, 2013 @ 3:12 AM

    અધભુત રચના

  2. perpoto said,

    August 1, 2013 @ 5:47 AM

    અને જીવન કવિતા લખે છે
    પથ્થરની મઝાર પર…

  3. La' Kant said,

    August 1, 2013 @ 9:52 AM

    અને …મઝાર કવિતા લખે છે…
    ફુલોની …ઝાકળની નઝાકત પર….

    અને જીવન ફરી થાય છે મઝાર પર..
    પવન,પથ્થર,ઘાસ,ઝાકળ,જળ…..અને
    જીવન તો સતત છેજ……આ ધરા પર..

  4. yogesh shukla said,

    August 1, 2013 @ 12:32 PM

    સરસ રચના …..Simply Superb ..
    Sorry for add …
    જીવન કવિતા લખે છે પોતાનીજ આત્મકથા પર

  5. Hari Trivedi said,

    August 1, 2013 @ 6:16 PM

    વાહ !

    અમે બધાએ કરી ટિપ્પણી આ વાત પર

    અને હવે, કવિતા પૂરી બની માતબર !

  6. RASIKBHAI said,

    August 1, 2013 @ 10:45 PM

    ઝાકલ ના તિપા જેવિ તાજિ કવિતા

  7. Shailesh pandya said,

    September 5, 2013 @ 1:23 AM

    વહ……સરસ….કવિતા એટ્લે જીવન અને જીવન એટ્લે કવિત…… અદભુત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment