અમે પ્રેમના નંદીજી – ઉદયન ઠક્કર
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.
મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
– ઉદયન ઠક્કર
આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Pravin Shah said,
July 22, 2013 @ 8:57 AM
આ ગીત છે ? કે ગઝલ ?
છોડોને પંચાત ! ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Jagdip said,
July 22, 2013 @ 11:23 AM
ગીઝલ…!!
M.D.Gandhi, U.S.A. said,
July 23, 2013 @ 12:36 AM
બહુ સુંદર કાવ્ય છે.
naresh said,
July 24, 2013 @ 1:13 PM
આ સુંદર કાવ્ય છે. આ ગીત કે ગઝલ નથેી
વિવેક said,
July 25, 2013 @ 3:00 AM
પ્રસ્તુત કાવ્યનો સમાવેશ ગઝલ નહીં પણ ગીતની શ્રેણીમાં કરી શકાશે …
પારંપારિક ગુજરાતી ગીતોની પ્રાસપદ્ધતિ અને ક્રોસ-લાઇનની ચાલમાં નહીં પણ હિંદી નઝમ અને જૂના ગુજરાતી ઊર્મિગીતોની ચાલમાં અષ્ટકલ લય પકડીને આ ગીત ચાલે છે… અંગ્રેજીમાં આ પ્રકારની પ્રાસશૈલીને ‘heroic couplets’ તરીકે ઓળખવામાં આવે છે જેમાં એલેક્ઝાન્ડર પોપે ખૂબ વિશાળ પાયા પર કામ કર્યું છે.
Jagdip said,
July 25, 2013 @ 5:13 AM
ગીઝલ પાછું લઉં છું………!!
Harshad said,
August 2, 2013 @ 6:37 PM
Very Nice whatever you say it. For me It reminds me my Youth Days,my collegeni masti.