ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક ટેલર

ગઝલ – કુ. કવિ રાવલ

ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.

સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ –
સાવ થઈ જાઓ અવાચક શક્ય છે.

પ્રેમની પેચીદગીને તો જુઓ –
કારણો એના અકારણ શક્ય છે.

ખુશ છે ભૂલી જઈને એ બધું –
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે…

બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં ના હો તફાવત શકય છે.

માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે –
તે મળે સામે અચાનક શક્ય છે.

જિંદગીભર માનતા હો જે ગલત,
અંતમાં લાગે બરાબર શક્ય છે.

– કુ. કવિ રાવલ

સવાર સવારમાં આવી ગઝલ વાંચવામાં આવે તો આખો દિવસ સુધરી જાય એ ‘શક્ય છે’.

14 Comments »

  1. Rina said,

    July 20, 2013 @ 2:59 AM

    વાહ ….

  2. KAVI said,

    July 20, 2013 @ 3:14 AM

    આભાર

  3. perpoto said,

    July 20, 2013 @ 4:53 AM

    કારણો એના અકારણ શક્ય છે…શિરમોર કલ્પન

    મીડ ડે મીલ
    શીશુ મોતે ઇશ્વર
    મૌન શક્ય છે

  4. Manubhai Raval said,

    July 20, 2013 @ 5:04 AM

    આખીય ગઝલ મન કરવા લાયક છે
    કુ.કવી રાવલ ને ધન્યવાદ

  5. Manubhai Raval said,

    July 20, 2013 @ 5:13 AM

    ઉપર ની કોમેન્ટ મા મનન વાચવુ

  6. P. P. M A N K A D said,

    July 20, 2013 @ 9:58 AM

    Read ghazal from Ku. Kavi Raval for the first time. Very Good and worth preserving in the file of ‘Good Ghazals.’

  7. pragnaju said,

    July 20, 2013 @ 10:00 AM

    બોલવાની રીત બદલે અર્થને
    શબ્દમાં ના હો તફાવત શકય છે.

    માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે –
    તે મળે સામે અચાનક શક્ય છે.

    સરસ અભિવ્યક્તી
    યુવતીની મશ્કરી કરનાર એક ટપોરીને મજનૂનો કે રોમિયોનો ખિતાબ આપી દેવામાં વાણી-વિવેક તો ઠીક, પણ એમાં વાણીનું કયું પરાક્રમ છે એ જ સમજાતું નથી !

  8. ધવલ said,

    July 20, 2013 @ 12:30 PM

    જિંદગીભર માનતા હો જે ગલત,
    અંતમાં લાગે બરાબર શક્ય છે.

    – સરસ !

  9. sandhya Bhatt said,

    July 20, 2013 @ 1:11 PM

    વાહ્..કવિ, દરેક શેર જોરદાર…સચ્ચાઈથી ભરપૂર…

  10. vineshchandra chhotai said,

    July 21, 2013 @ 11:30 AM

    સ્મ્બન્ધો નિ રમત આ જ ……………..ને …….કવિ નિ ખાસિ યત જ આ ……ડધન્ય્વદ

  11. Sureshkumar G Vithalani said,

    July 23, 2013 @ 12:01 PM

    Excellent!

  12. Meena jani said,

    July 24, 2013 @ 9:56 AM

    Nice

  13. dipak said,

    August 2, 2013 @ 3:02 AM

    સરસ્

  14. dipak said,

    August 2, 2013 @ 3:03 AM

    ખુબ સરસ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment