આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?
– સંજુ વાળા

ગઝલ – ડૉ. નીરજ મહેતા

સ્મરણના રાફડામાંથી કીડી ઊભરાય ને ! એમ જ
સખત ઘેરી વળ્યો તું આજ મારી સાંજને એમ જ

અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં – એવાં
બહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ

મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ

હશે, કરવું પડે સંબંધ સાચવવા : ખરું છે, નહિં ?
શરત તો વ્હાલમાં હોતી નથી એક્કે – મને એમ જ

અઢેલી છાતીએ તો ઘૂઘવાયો કાનમાં દરિયો
અરે ! કાને ધરેલા શંખમાં સંભળાય ને, એમ જ

ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

– ડૉ. નીરજ મહેતા

‘એમ જ’ – આપણા રોજિંદા જીવનવ્યવહારમાં આ શબ્દપ્રયોગ કંઈ એવી રીતે વણાઈ ગયો છે કે આપણે પણ એને ‘એમ જ’ -casually- લઈને જ આગળ વધી જઈએ છીએ. પણ પારખુ ગઝલકાર નીરજની પારેખનજરમાંથી વ્યવહારમાં ચવાઈને ચુથ્થો થઈ ગયેલ આ શબ્દપ્રયોગ બચી શક્યો નથી… પરિણામે બિલકુલ બોલ-ચાલની આ રદીફમાંથી આપણને મળી આ બિલકુલ બોલચાલની ગઝલ.. વાહ કવિ!

14 Comments »

  1. deepak said,

    July 12, 2013 @ 1:30 AM

    અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં – એવાં
    બહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ

    વાહ!!! ખુબ સુંદર ગઝલ…

  2. Chetna Bhatt said,

    July 12, 2013 @ 1:54 AM

    હશે, કરવું પડે સંબંધ સાચવવા : ખરું છે, નહિં ?
    શરત તો વ્હાલમાં હોતી નથી એક્કે – મને એમ જ

    વાહ વાહ ખૂબ સુંદર..મજા આવી..!

  3. Chetna Bhatt said,

    July 12, 2013 @ 1:56 AM

    અઢેલી છાતીએ તો ઘૂઘવાયો કાનમાં દરિયો
    અરે ! કાને ધરેલા શંખમાં સંભળાય ને, એમ જ

    ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
    હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

    Very nice..

  4. Rina said,

    July 12, 2013 @ 1:59 AM

    અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં –
    એવાંબહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ

    હશે, કરવું પડે સંબંધ સાચવવા : ખરું છે, નહિં ?
    શરત તો વ્હાલમાં હોતી નથી એક્કે – મને એમ જ

    અઢેલી છાતીએ તો ઘૂઘવાયો કાનમાં દરિયો
    અરે ! કાને ધરેલા શંખમાં સંભળાય ને, એમ જ
    Beautiful. …

  5. Dr Niraj Mehta said,

    July 12, 2013 @ 2:10 AM

    આભાર વિવેક્ભાઈ

    આભાર મિત્રો

  6. perpoto said,

    July 12, 2013 @ 6:49 AM

    કોઇ કહે, શા માટે લખતો હશે,ગઝલ…બસ એમ જ…

  7. ન્નાલીન સૂચક said,

    July 12, 2013 @ 7:43 AM

    અદ્ ભુત ! નિરજ ઘદયેલિ કલમ લૈને આવે તો દિલ ને ભાવે. અભિનદન્

  8. ન્નાલીન સૂચક said,

    July 12, 2013 @ 7:44 AM

    સરસ્ નિરજ .

  9. ડૉ.મહેશ રાવલ said,

    July 12, 2013 @ 12:09 PM

    બોલચાલની સરળ ભાષાનાં સુંદર ભાવ અને અભિવ્યક્તિથી સભર ગઝલ, સરસ બની છે નીરજ….!
    -અભિનંદન.

  10. Shah Pravin said,

    July 12, 2013 @ 5:46 PM

    “ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
    હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !”
    વાહ સુંદર રચના…!

  11. Harshad said,

    July 12, 2013 @ 7:28 PM

    Khub j saras!! well done.

  12. Maheshchandra Naik (Canada) said,

    July 12, 2013 @ 8:59 PM

    સરસ રચના……………………

  13. pragnaju said,

    July 13, 2013 @ 7:30 PM

    સુંદર ગઝલ

    અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં – એવાં
    બહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ
    વાહ

  14. ketan yajnik said,

    May 21, 2015 @ 6:52 AM

    પીડા આખેઆખી સાંગોપાંગ બહાર નીકળી આવી,કોઈએ કહ્યુ કે પુછ્ય નહી તોય। .એમ જ……
    હવે બીજી વાત કરવાની તાકાત કે ઔકાત નથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment