ગઝલ – અનિલ ચાવડા
(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)
લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.
તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.
હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”
છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
-અનિલ ચાવડા
માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Pinki said,
January 5, 2008 @ 2:40 AM
૨૨ વર્ષની નાની ઊંમરે ,
જીંદગીની કડવી વાસ્તવિકતાનું સચોટ વર્ણન ….. !!
છેલ્લો શેર તો કાબિલેદાદ છે…….!!
Darshit said,
January 5, 2008 @ 3:21 AM
they have woven words with the reality of life. very beautiful and straight forward
સુનીલ શાહ said,
January 5, 2008 @ 3:50 AM
અદભુત…અદભુત…! અનિલભાઈને અભીનંદન.
aruna said,
January 5, 2008 @ 4:04 AM
its very nice, you are giving our sanskriti again.
pragnaju said,
January 5, 2008 @ 11:53 AM
ગઝલ સુંદર
તેમાં પ્રતિભાવમાં કહ્યું છે તેમ—
છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
પંક્તીઓ વધુ ગમી
હસ્તાક્ષર પરથી સ્થીરચિત લાગે છે બાકી આવા વિચારો
બાઈપોલર પર લઈ જાય!
યાદ આવે છે અનામીની પંક્તીઓ…
હં,એક જગાએ દર્દ હો તો થાય કંઇ એની દવા!
હોય જો રગ રગ મહીં અંગાર, કોઇ શું કરે?
બીજી તરફ વળવાનું કારણ,ખાસ હોવું જોઇએ
… માણસ, અમસ્તો કોઇને નમતો નથી
ધવલ said,
January 5, 2008 @ 3:34 PM
એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”
– બહુ સરસ … કાબિલે તારીફ ગઝલ !
Hiral Thaker 'Vasantiful' said,
January 6, 2008 @ 2:04 AM
Very Nice…!
Keep Writing Anil,.
hemal said,
January 6, 2008 @ 4:35 AM
thanks for message
all the gazal are good
i hop u going on & on
continue & continue
Gunjan Gandhi said,
January 6, 2008 @ 8:30 AM
Good to see Anil’s new gajhal here – Listen to one of his gazal in his own voice on my blog – http://gujaratikavita.blogspot.com.
Regards,
Gunjan
Shah Pravinchandra Kasturchand said,
January 6, 2008 @ 8:36 AM
સરસ.
Harnish Jani said,
January 6, 2008 @ 4:59 PM
Kruti juo–Ummar na juo–62 varas na paN kacharo lakhe chhe.
Keep it up.
Group2Blog :: I promise you to make up your Sunday… said,
January 7, 2008 @ 2:01 AM
[…] https://layastaro.com/?p=1018 […]
Vishal Joshi said,
January 7, 2008 @ 2:32 AM
Realy enjoyed your poem.
It’s beautiful and natural many best wishes for your such new and fresh gazals in future.
Akbar Lokhandwala said,
January 7, 2008 @ 3:57 AM
Too good and high thought in simple langvage….
Good one..
Akbar
Ajay Nayak "Dhadkan" said,
January 7, 2008 @ 4:09 AM
Dear Anil,
Good Gazal…
Kay Baat Hai…
Bade Bade Desho Main Choti Choti Age Ke Log Bhi Shaya, Poet, Gazalkar, Ban Shakte Hai…Iska Ek Bada Exsmple Yani….
Anil Chavda….
Mayank Mehta said,
January 7, 2008 @ 5:51 AM
Its a beautifual and mindblowing….. Keep it up.
Mayank Mehta
GAURANG THAKER said,
January 7, 2008 @ 11:29 AM
good gazal Anil keep it up.Congrats dear.
સત્ય - ગઝલ « My thoughts said,
January 7, 2008 @ 12:03 PM
[…] From, https://layastaro.com/?p=1018 […]
ભાવના શુક્લ said,
January 7, 2008 @ 12:05 PM
મત્લાનો શેર વાચીનેજ ઘણા સમય સુધી વિચારતા રહી …. સરસ છે એમ કહિશતો ખોટુ પડશે કે સાવ અધુરુ લાગશે કારણકે ગઝલના સ્થુળ શબ્દોથી ગઝલને સમજી શકાઈ જ નહી..
પણ છેલ્લો શેર વાચતા જ ત્રિશંકુમય સ્થિતિનુ (સ)ભાન થયુ અને થયુ કે બસ (વ્)આહ!!!!!
ફોરમ said,
January 8, 2008 @ 4:35 AM
વાહ!!! બસ આટલુંજ કહી શકાશે…… છેલ્લા બે શેર ખરેખર લાજવાબ છે…
Meet said,
January 8, 2008 @ 5:05 AM
I read many english poem in my life but after reading a GAZAL…..by Anil Chavda i forgate reading it it is to good and beautiful…………i like one GAZAL….SER……
Swasne istri kari me sachvi rakhya hata,
Kynank anatharya prasange jo javanu thay to.
– Anil chavda
yatin said,
January 8, 2008 @ 7:19 AM
mind bloing lage raho anilbhai aap
harit said,
January 8, 2008 @ 11:41 AM
Wah !!!! Anil.
Harsh Kavathekar said,
January 9, 2008 @ 8:01 AM
Very nice budy……..good job…..keep it up.
sures said,
January 10, 2008 @ 4:57 AM
ખુબ જ સુન્દર ગઝ્લ છએ
kya baat hai……
joshi jigar said,
January 10, 2008 @ 11:15 AM
i love your gazals. its gives us to enjoy life again
jigar murabia said,
January 10, 2008 @ 11:31 AM
અનિલ ભાઇ તમારી ગઝલ્ મા તમારા જીવનની ઝાખી જોવુ છુ. have gujarati type favatu nathi tethi english ma lakhu chhu.i want you reach at that place when u want to reach. ok bye.
your loving friend,
jigar murabia
AKHIL DAVE said,
January 16, 2008 @ 1:29 PM
Good Blassed you, keep it up……
ashok makwana said,
January 19, 2008 @ 2:21 AM
kya baat hai,
khub khub j sundar gazl chhe.
pan chotha serma j tipe karai chhe ema biji panktima ek sabd lakhvano rahi gayo chhe.
e manso………..
k jemne evu kahyu tu bas have……
aama tipe karvama ( evu ) sabd rahi gayo chhe.
badha ser kabile dad chhe.
hu bhit par mathu pachhadu? roj chati kutu? rovu? su karu?
hu ek evu saty chhu j koi di sachu j padvanu nathi.
વિવેક said,
January 19, 2008 @ 2:55 AM
પ્રિય અશોકભાઈ મકવાણા,
ટાઈપીંગની ભૂલ પ્રતિ ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર… ભૂલ સુધારી લીધી છે…
Ramesh Parmar said,
January 21, 2008 @ 12:11 AM
અરે અનિલ તે તો આખા શરીર મા ઝણઝણાટી બોલવી દીધી. keep it up dear. go ahead and ahead. never look back. we all are with you.
HITESH PATEL said,
February 1, 2008 @ 1:12 AM
I LIKE HIS POET.
jaydip said,
February 22, 2008 @ 1:34 AM
good poet…..
shaileshpandya BHINASH said,
February 23, 2008 @ 4:34 AM
very nice……………………dear………
kiran "rose" said,
May 17, 2008 @ 1:09 PM
ૅWell done Anil, all your ‘SHER’ is good but i think fourth one you could write better like below;
એ માણ્સૉ સ્ઘ્ળા મ્ને ર્સ્તે જ્તાં, ઠાલા મુખે, સામા મ્ળૅ;
જેઓ એવું કહીને ગ્યા’તા, ” બ્સ હ્વે પ્ાછા જ વ્ળ્વાનું ન્થી”
It is convey the meaning and takes care of “Meter”. Your ‘SHER’ is leading to the threat of mis-understanding. (think over it). Avoid the superfluous words ( ઍટ્લે કે ્ભ્ર્તીના શ્બ્દૉ ).
Work on Rhythm and meter, sometimes you overlook both and that makes the worse result, but your work absolutely stimulating the thought process.
On the whole, it is excellent, mind blowing, menta-fabulous, mesmerizing, good keep it up.
hardwar goswami said,
August 15, 2008 @ 5:31 AM
અનિલ કા હે અનદાજે બયા ઔર !
અનામી said,
December 11, 2008 @ 4:00 AM
એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”
અદભુત શેર….. અને છેલ્લો શેર….
છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
વાહ બોલવા હોઠ ખોલ્યા અને એ ખુલ્લા હોઠ વચ્ચેથી જુદો જ શબ્દ નીકળી ગયો……..આહ
BHAGIRATH LASHKARI said,
November 13, 2009 @ 5:59 AM
દોસ્ત…………અનિલિયા,,,,,,,,,,,,તારી પાસે જે કવિપ્રતિભા ઝળહળૅ,,,,,,,,,,,,ઍવી તો બીજે ક્યા ? ઍટલા સદભાગી આ “ઇનમોના વહેચનાર” કે તારો કાવ્યસગ્રહ પ્રકાશીત નથી થયો……….!!!! નહિ તો પરાણે તને આપવો પડે ઍવી હાલત થાત બિચારાઑની…….!!!! બાકી જય હો……..લગ્ગે રહો…..બીજુ શુ ?
– ભગીરથ લશ્કરી
kanchankumari parmar said,
November 13, 2009 @ 6:55 AM
આહા કેવિ અગન લાગિ ના સમર લહેરખિ કામ કરે ઉના દિલ ના નિશાશાઓ આશવાશનો એ ઓગાળિ નાખે………
કુણાલ said,
November 19, 2009 @ 4:24 AM
અદભૂત ગઝલ ..
shrey said,
April 9, 2010 @ 2:07 PM
બહુ સરસ !!
Ramesh said,
April 17, 2010 @ 10:23 AM
Very Fine
Rakesh Chavda said,
May 31, 2010 @ 2:15 AM
અનિલ ની ગઝલો વાન્ચુ છુ તો દિલ મા એક અલગ પ્રકાર ની ચેતના નો એહસાસ થાય છે.
અનિલ ની ગઝલો મા એક અલગ દર્દ દેખાઈ આવે. અનિલ ની ગઝલો પ્રાણપોષક છે.
bhavesh the rock said,
March 15, 2012 @ 3:31 AM
nice sir..
sudhirgadhavi said,
April 30, 2012 @ 4:24 AM
anil bhai tamri colleg boys parni rachna mukone aani par …je tame durdarshan pan smbhlavi ti e