આંખનો મતલબ – લલિત ત્રિવેદી
આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે !
પાણી પણ વેચાય છે તે આ સડક,
જે સડક નીચે પૂર્યો કૂવો તમે !
બોલો તે પ્હેલાં જ તમને સાંભળું,
મારી અંદર આવી જો બોલો તમે !
દૃશ્યનો દીવો કરો રાણો પ્રથમ
એકબીજાને પછી જોજો તમે !
વાત કરશું કોક દિ’ બ્રહ્મરંધ્રની,
આજ ઘરની બારી તો ખોલો તમે !
જંગલોની ડાળને પિંજર ઊગ્યાં,
કઈ જગાએ બાંધશો માળો તમે !
– લલિત ત્રિવેદી
રાજકોટના કવિ શ્રી લલિત ત્રિવેદી “બીજી બાજુ હજી મેં જોઈ નથી” સંગ્રહ લઈને આવ્યા છે. એમને લયસ્તરો તરફથી હાર્દિક શુભકામનાઓ…
Ashok Vavadiya said,
July 6, 2013 @ 2:40 AM
સુંદરરચના અભિનંદન
NARENDRASINH said,
July 6, 2013 @ 3:15 AM
આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે ! ખુબ સરસ્
Shailesh Pandya BHINASH said,
July 6, 2013 @ 3:53 AM
આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે ! સરસ્
સુંદરરચના અભિનંદન………………….
Manubhai Raval said,
July 6, 2013 @ 5:23 AM
વાત કરશું કોક દિ’ બ્રહ્મરંધ્રની,
આજ ઘરની બારી તો ખોલો તમે !
કોઇ પણ વસ્તુ પ્રાપ્ત કરવા શરુઆત પ્રથમ થી થાય સીધો કુદકો આકાશ નો ન હોય
જોકે આખી રચના ખુબજ સુન્દર છે .
PRAGNYA said,
July 6, 2013 @ 9:43 AM
બોલો તે પ્હેલાં જ તમને સાંભળું,
મારી અંદર આવી જો બોલો તમે !—ખુબ સરસ!!!!
Shah Pravin said,
July 6, 2013 @ 2:20 PM
આંખનો મતલબ કર્યો ખોટો તમે… અદૂભૂત..! ! !
Harshad said,
July 6, 2013 @ 4:14 PM
Hello Lalitbhai,
Vah…! Bahut Khub..!!!
sudhir patel said,
July 6, 2013 @ 7:49 PM
ખૂબ સુંદર ગઝલ!
કવિશ્રીને હાર્દિક અભિનંદન!!
સુધીર પટેલ.
Harsha said,
July 6, 2013 @ 8:32 PM
વાહ ક્યા બાત હૈ!
જંગલો ની ડાળને પિંજર ઉગ્યા,
કઈ જગ્યાએ બાંધશો માળો તમે.
વાહ,
gunvant thakkar said,
July 7, 2013 @ 1:46 AM
ખુબ સરસ ,હ્રદયથી અભિનન્દન
pragnaju said,
July 7, 2013 @ 6:22 PM
આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે !
આખી ગઝલ સરસ મત્લા વધુ સુંદર
bharat vinzuda said,
July 8, 2013 @ 1:58 PM
એક સશક્ત કવિની ખુબ સરસ રચના.
“બીજી બાજુ હજી મેં જોઈ નથી” સંગ્રહ માટે કવિશ્રીને હાર્દિક અભિનંદન…
Pravin Shah said,
July 9, 2013 @ 12:46 AM
જંગલોની ડાળને પિંજર ઊગ્યાં,…
સરસ !
નવા સંગ્રહ માટે ખાસ અભિનંદન !
Dr Niraj Mehta said,
July 12, 2013 @ 2:12 AM
વાત કરશું કોક દિ’ બ્રહ્મરંધ્રની,
આજ ઘરની બારી તો ખોલો તમે !
ક્યા બાત હૈ કવિ
સુંદર ગઝલ
હિરેન ગઢવી said,
August 24, 2024 @ 10:01 PM
આમાં દીવો કરો રાણા પ્રથમ છે કે દીવો કરો રાણો પ્રથમ??
વિવેક said,
August 25, 2024 @ 11:18 AM
@હિરેન ગઢવી
ખૂબ ખૂબ આભાર… ઘાસની ગંજીમાંથી કોઈ સોય શોધી કાઢે એમ કેવી નાની પણ કેવી અગત્યની ભૂલ આપે શોધી કાઢી…!
વાહ… વાહ… આભાર આભાર