અરણ્ય-રુદન – પ્રીતિ સેનગુપ્તા
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
– પ્રીતિ સેનગુપ્તા
સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !
Pragnaju Prafull Vyas said,
January 1, 2008 @ 12:15 PM
જ્યારે જ્યારે મુસાફરી અને તકલીફની વાત નીકળે ત્યારે પ્રીતિની વાતો યાદ કરાય તે
“અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.”
સહજતાથી લખે ત્યારે થાય કે મારા જેવી જ સ્ત્રી છે અને પોતાનાં મનોબળથી અલગારી પ્રવાસી બની છે-આપણે પણ તેની ઊંચાઈએ નહીં તો સાધારણ અલગારી પ્રવાસી તો જરુર થઈ શકીએ!
તેની વાત વાંચી હું પણ પ્રવાસમાં સંભાર રાખું છું અને ગંમતમાં જેને રેબીટ ફુડ કહે છે તે આનંદથી માણું છું!!
Pinki said,
January 1, 2008 @ 1:13 PM
‘મા’ શબ્દ માત્ર જ પર્યાય છે જાણે
પ્રેમ અને હૂંફ નો …. !!
અને આથી જ કદાચ પ્રીતિબેન જગત પ્રત્યે પોતાનો આક્રોશ
દર્શાવે છે પણ અંતે તો ઝંખે છે માનો ખોળો જ…….
સ્વાર્થી, દુન્યવી બાબતોથી દૂર જવા અને આત્મશાંતિ માટે
DR.GURUDATT THAKKAR said,
January 1, 2008 @ 4:02 PM
એક અજબ નો અજન્પો અને એકલતા કાવ્યાત્મક રીતે રજુ થયા છે આ કવિતામા..અને અન્તે મા ના ખોળા નુ મહત્વ -મહત્વકાન્ક્ષા ઓ આમ્બ્યા પછી- અજબ રીતે ઉપ્સાવ્યુ છે..અભિનન્દન…
રુદન « My thoughts said,
January 2, 2008 @ 10:20 AM
[…] From, https://layastaro.com/?p=1011 […]
RAMESH K. MEHTA said,
February 14, 2009 @ 4:05 AM
મા નો ખોળૉ દુનીયાની સૅફ જગા.
Ram Rahman said,
January 21, 2011 @ 10:18 PM
જીવન અને કાવ્ય વચ્ચેનો વિરોધાભસ જોયો હોય તેજ જાણે રહસ્ય.