ડૂસકાં – મુકેશ જોષી
મારું ઓશીકું ભલે લાગતું ફૂલેલું
દોસ્ત ! એમાં ડૂસકાં ભર્યાં છે,
કાચા ને કાચા ઉજાગરા વસંતમાં
રાતોની રાતભર ખર્યા છે.
છાતીમાં,ખોબામાં,ખિસ્સામાં અંધારું
બીજે ક્યાં સંઘરું અમાસ,
પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.
આરસનો પથ્થર છું એમ કહી
કેટલાંકે મારામાં નામ કોતર્યાં છે.
દરિયો ભરીને સહુ લઈ જાતાં ચાંદની
મારો ભરાય નહીં કુંભ,
વાતે વાતે મને ઉથલાવી પાડે છે
તડકાનું આખું કુટુંબ.
દીકરાની જેમ કહ્યું માનતા નથી
જે સપનાં મેં મોટાં કર્યાં છે.
– મુકેશ જોષી
perpoto said,
May 20, 2013 @ 3:56 AM
બીજે ક્યાં સંઘરું અમાસ….સરસ કલ્પન…
પણ આ વહેમ છે કે બીજા ચાંદની લય જાય છે…..
Deval said,
May 20, 2013 @ 6:10 AM
waaaahhhh
Manubhai Raval said,
May 20, 2013 @ 6:28 AM
છાતીમાં,ખોબામાં,ખિસ્સામાં અંધારું
બીજે ક્યાં સંઘરું અમાસ,
પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.
દરિયો ભરીને સહુ લઈ જાતાં ચાંદની
મારો ભરાય નહીં કુંભ,
વાતે વાતે મને ઉથલાવી પાડે છે
તડકાનું આખું કુટુંબ.
દીકરાની જેમ કહ્યું માનતા નથી
જે સપનાં મેં મોટાં કર્યાં છે.
ઘાયલ કરી નખ્યા…..લાજવાબ
suresh shah said,
May 20, 2013 @ 6:31 AM
બ હુ સ ર સ ,
આ ર સ નો પથ્થ્રર, ચાન્દનિ લય જાય
સુન્રદ્ ર કલ્પના
કિપ ઇત ઉપ
સુભેચ્ચ સાથે.
સુરેશ સાહ્
Sunil Thaker said,
May 20, 2013 @ 7:56 AM
વાહ કવિરાજ શબ્દો સોસરવા ઉતરેી ગયા.
La'Kant said,
May 20, 2013 @ 8:10 AM
” પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.”
-આ આટલું સમજાઈ જાય…સ્વીકૃત થઇ…સહી દૃષ્ટિ કેળવાય…તો અડધા રંજ…વસવસા..ફરિયાદો…ઓછા ન થઇ જાય ?
ભીતર જે ભર્યું હોય…તે જ સામે હકીકત રૂપે દેખાતું હોય છે ને ?
– લા’કાન્ત / ૨૦-૫-૧૩
વિવેક said,
May 20, 2013 @ 9:49 AM
સરસ મજાનું ગીત…
Nilesh Rana said,
May 20, 2013 @ 5:31 PM
સુન્દર ગીત
નિલેશ રાણા
pragnaju said,
May 20, 2013 @ 6:12 PM
લયબધ્ધ મઝાનું ગીત
RASIKBHAI said,
May 20, 2013 @ 8:56 PM
ગયા જનમ્ના દુસ્કા ઉચ્હેર્વાનિ વાત >> વાહ મુકેશ વાહ મઝા આવિ ગૈ.
Harnish Jani said,
May 20, 2013 @ 10:41 PM
ઉપમા મુકેશ જોષીની . કલ્પના મુકેશ જોષીની.શબ્દ રચના મ્ુકેશ જોષીની જ.
SURESHKUMAR G VITHALANI said,
May 20, 2013 @ 11:32 PM
What a wonderful poetry ! Congratulations to MUKESHBHAI JOSHI.
harsha vaidya said,
May 21, 2013 @ 8:15 AM
વાહ !દીકરાની જેમ મોટા કર્યાં છે……ઉત્તમ કાવ્યાત્મક વિચારો……
Chandresh Thakore said,
May 21, 2013 @ 2:48 PM
વાહ, મુકેશ! ઓશીકામાં ડૂસકાં ભરવાં, છાતીમાં અમાસ સંઘરવી, ડૂમા ઉછેરવા, … વિ. વિ. આવા વિચારો જે કવિને આવે એ કોઈ કાચોપાચો કવિ ના હોય! મુકેશ, ધન્યવાદ.
Gujaratilexicon said,
May 22, 2013 @ 2:26 AM
નમસ્કાર!
આપનો બ્લોગ ”લયસ્તરો” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫
rasila kadia said,
June 2, 2013 @ 1:41 PM
બહુ સરસ
ઓશિકામા ડૂસ્કુ ભરવાનઈ વાત કેવિ તો અદ્ ભુત !!!
vipul said,
March 14, 2016 @ 3:35 AM
વાહ કવિ વાહ ક્યા બાત